Gujarati News

Gujarati News

News of Friday, 26th November 2021

LRD-PSI ભરતીના કોલલેટર અપલોડ થવાના શરૂ : જાણો કેવી રીતે OJAS પરથી કરી શકશો ડાઉનલોડ?

અમદાવાદ :રાજ્યમાં આગામી તારીખ 3જી ડિસેમ્બરથી LRD અને PSI ની પરીક્ષાની શારીરિક કસોટી યોજાવા જઇ રહી છે. ત્યારે આજ રોજ PSI અને LRDની ભરતીને લઇ આજે કોલ લેટર જાહેર થવાના હતાં. ત્યારે આજ સાંજ સુધી કોલ લેટર ડાઉનલોડ કરવામાં ઉમેદવારો ચિંતામાં મૂકાઇ ગયા હતાં. કારણ કે OJAS પર કોલ લેટર ડાઉનલોડ થવાનો કોઇ વિકલ્પ જ ન હોતો. પરંતુ અંતે હવે OJAS પર તેના કોલ લેટરો ડાઉનલોડ થઇ રહ્યાં છે.કેવી રીતે તમે હવે OJAS પરથી તેના કોલ લેટર ડાઉનલોડ કરી શકશો

ઉલ્લેખનીય છે કે, લોકરક્ષક ભરતી બોર્ડના ચેરમેન હસમુખ પટેલ દ્વારા તારીખ 18 નવેમ્બરના રોજ એક ટ્વિટ કરવામાં આવ્યું હતું કે જેમાં તેઓએ કહ્યું હતું કે, ‘પોલીસ ભરતીની શારીરિક કસોટી 3જી ડિસેમ્બરથી શરૂ થશે. 26 નવેમ્બરથી OJAS વેબસાઇટ પરથી કોલ લેટર ડાઉનલોડ કરી શકાશે. માહિતી માટે લોકરક્ષક તથા PSI ભરતી બોર્ડની વેબસાઇટ જોતા રહેવું.’

કોલલેટરને OJAS પરથી ડાઉનલોડ કરવાની રીત

  • હવે અહીંયા ડાયરેક્ટ આ લિંક પર ક્લિક કરો.
  • સિલેક્ટ જોબ પસંદ કરો.
  • નીચેના ખાનામાં કન્ફર્મેશન નંબર એન્ટર કરો.
  • બર્થ ડેટ એન્ટર કરો.
  • હવે પ્રિન્ટ કોલ લેટર પર ક્લિક કરો.

ગુજરાત પોલીસ વિભાગમાં લોકરક્ષક કેડર (LRD) ની હથિયારી અને બિનહથિયારી કોન્સ્ટેબલ-લોકરક્ષક અને SRPF કોન્સ્ટેબલની 10,459 જગ્યા સીધી ભરતીથી ભરવા માટે લોકરક્ષક ભરતી બોર્ડ દ્વારા ઓનલાઇન અરજીઓ મંગાવાઈ હતી. જેમાં લોકરક્ષક દળમાં ભરતી માટે કુલ 12 લાખ જેટલી અરજીઓમાંથી 9.46 લાખ અરજી કન્ફર્મ થઈ હતી. જેમાંના 6.92 લાખ પુરુષ અને 2.54 લાખ મહિલાની અરજીઓ કન્ફર્મ કરવામાં આવી. લોકરક્ષક દળમાં બિનહથિયારધારી કોન્સ્ટેબલની 5,212, હથિયારધારી કોન્સ્ટેબલની 797 અને SRP કોન્સ્ટેબલની 4,450 જગ્યાઓ માટે ભરતી થશે.

(12:03 am IST)