Gujarati News

Gujarati News

News of Friday, 26th November 2021

માછીમારોને પડતી મુશ્કેલીને લઈને ગુજરાત હાઈકોર્ટ નારાજ : કહ્યું- વહેલી તકે આ સમસ્યાનું નિરાકરણ કરો

મુન્દ્રાના દરિયા કિનારાના વંડી, તુણા તેમજ આસપાસના ગામના માછીમારોના પ્રશ્ને હાઇકોર્ટમાં સુનવણી

અમદાવાદ :  કચ્છના મુન્દ્રાના દરિયા કિનારે માછીમારોને પડતી મુશ્કેલીને લઈને ગુજરાત હાઈકોર્ટને નારાજગી વ્યક્ત કરી છે અને માછીમારી કરીને ગુજરાન ચલાવતા પરિવારોને વૈકલ્પિક વ્યવસ્થા મળવી જોઈએ તેમ હાઈકોર્ટ કહ્યું છે. એટલું જ નહીં પરંતુ હાઈકોર્ટએ ગુજરાત કોસ્ટલ ઝોન મેનેજમેન્ટ ઓથોરિટીના અધિકારીને પણ આવતી સુનાવણીએ કોર્ટ સમક્ષ હાજર રહેવા આદેશ કર્યો છે

મુન્દ્રાના દરિયા કિનારાના વંડી, તુણા તેમજ આસપાસના ગામના માછીમારોના આ પ્રશ્નને લઇને હાઇકોર્ટે વ્યક્ત કરતા વહેલાં વહેલી તકે આ સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવે તેમ પણ હાઈકોર્ટે કહ્યું. છેલ્લાં ત્રણ વર્ષથી માછીમારો હાલાંકી વેઠી રહ્યાં છે. વંડી ગામના માછીમારો ગામથી દરિયા કિનારો માત્ર ત્રણ કિલોમીટર દૂર હતો અને તેઓ આસાનીથી દરિયા સુધી માછીમારી કરવા પહોંચી શકતા હતાં.

અદાણી પોર્ટ ટ્રસ્ટ દ્વારા એ સ્થળે બ્રિજ તેમજ રેલવે લાઇન તેમજ અન્ય ડેવલપમેન્ટ કરવાને કારણે માછીમારોને દરિયાકિનારે જવા માટે સાત કિલોમીટરનું અંતર કાપવું પડે છે. અદાણીના મુન્દ્રા પોર્ટ તરફથી વકીલે પણ રજૂઆત કરી જેમાં અરજદાર દ્વારા કરવામાં આવેલી રજૂઆત પાયાવિહોણી હોવાનો દાવો કરાયો છે. સમગ્ર કેસની વધુ સુનાવણી 17 ડિસેમ્બરે હાથ ધરાશે.

(12:01 am IST)