Gujarati News

Gujarati News

News of Friday, 26th November 2021

આંતરરાષ્ટ્રીય મહિલા હિંસા નાબૂદી દિને રાજપીપળા અભયમ દ્વારા યોજાયેલ જાગૃતિ કાર્યક્રમ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા 25 નવેમ્બરને મહિલ હિંસા નાબૂદી દિવસ જાહેર કરવામાં આવેલ છે અભયમ 181 મહિલા હેલ્પલાઇન ટિમ રાજપીપળા દ્વારા ટેકરા ફળિયા ખાતે અને નર્સિંગ સ્ટુડન્ટ માટે જાગૃતિ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અભયમ ટીમ રાજપીપલા દ્વારા  મહિલાઓ, યુવતિઓ અને વિદ્યાર્થીનીઓને મહિલાઓ ઉપર થતી સારીરિક, માનસિક, જાતીય અને ઘરેલુ હિંસા સહિત ની હિંસા થી વાકેફ કરી તેની સામે કેવી રીતે બચી શકાય તે બાબતે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

કોઈપણ પ્રકારની હિંસા, કામના સ્થળે જાતીય સતામણી, બિન જરૂરી ટેલીફોનીક કોલ મેસેજ થી હેરાનગતિ, છેડતી કે અન્ય પ્રકાર ની હેરાનગતિમા વિના મૂલ્યે ચોવીસ કલાક કાર્યરત 181 મહિલા હેલપલાઇન નો ઉપયોગ કરવા અનુરોધ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત અભયમ મોબાઈલ એપ્લિકેશન પોતાના સ્માર્ટ મોબાઈલ ફોનમાં ડાઉનલોડ કરી મુશ્કેલી ના સમયે અભયમ સેવાઓ ઝડપી મેળવી શકાય છે તે બાબતે જાણકારી આપવામાં આવી હતી.

(11:14 pm IST)