Gujarati News

Gujarati News

News of Friday, 26th November 2021

નર્મદા ડેમમાંથી પાણી છોડતા પોઇચા નદીમાં ચાર જેટલા પ્રવાસીઓ ડૂબતા બચાવ કામગીરી કરાઈ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન વિભાગ દ્વારા નાંદોદ તાલુકાના પોઇચા ગામે નર્મદા નદીમાં નર્મદા ડેમની પાણીની સપાટીમાં ઝડપથી વધારો થતાં એકાએક નર્મદા ડેમમાંથી પાણીનો જથ્થો છોડવાને કારણે પાણીના ઝડપી પ્રવાહમાં ચાર જેવા પ્રવાસીઓ તથા બોટમાંથી ૮ થી ૧૦ વ્યક્તિ ઓને લઇને જતી બોટે તેનું સંતુલન ગુમાવતાં રાહત બચાવની કામગીરી અંગેનું સફળ મોકડ્રીલ યોજાયું હતું, આ મોકડ્રિલ માં ફાયરબ્રિગેડ , આપદા મિત્રો , પોલીસ વિભાગ , ૧૦૮ એમ્બ્યુલન્સ વગેરે ના સહયોગ થકી આ મોકડ્રિલ સફસ રહ્યું હતું.

નાંદોદ તાલુકાના પોઇચા ગામે નર્મદા નદીના કાંઠેથી ચાર પ્રવાસીઓના પાણીમાં ડુબવાની તેમજ ગ્રામજનોને કુબેર ભંડારીએ લઇ જતી બોટમાંથી એક વ્યકિતની ડુબવાની ઘટનાંની જાણ મોબાઇલ ફોન દ્વારા ગ્રામજનો તરફથી રાજપીપલા કાર્યરત જિલ્લા ડિઝાસ્ટરને કરાઇ હતી . જિલ્લા ડિઝાસ્ટર કન્ટ્રોલ રૂમને આ ઘટનાની જાણકારી મળતાની જ વડોદરાની એન.ડી.આર.એફ તેમજ રાજપીપલા નગરપાલિકાની ફાયરબ્રિગેડ અને આપદા મિત્રની ટીમની રાહત બચાવ માટે મદદ માંગવામાં આવતાં , એન.ડી.આર.એફ નાં કમાન્ડન્ટ રાજેશ કુમાર મહલાવતના નેતૃત્વ હેઠળ રાહત બચાવ હેઠળના તમામ જરૂરી સાધનો સાથેની ફલ્ડ રેસ્કયુ ટીમ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને સુરક્ષાના તમામ ઉપાયો સાથે આ દુર્ઘટનામાં ડૂબી રહેલી વ્યકિતઓ માટે બચાવ રાહત કાર્ય હાથ ધરાયું હતું , જે પૈકી ત્રણ વ્યક્તિઓને હેમખેમ નદીમાંથી બહાર કઢાયા હતાં અને ગંભીર અસરગ્રસ્ત બે વ્યક્તિઓને પ્રાથમિક સારવાર આપ્યાં બાદ વધુ સારવાર માટે રાજપીપલા સિવીલ હોસ્પીટલ ખાતે ખસેડવામાં આવ્યાં હતાં . આ મોકડ્રીલમાં એન.ડી.આર.એફ ટીમ દ્વારા સેટેલાઇટ આધારિત સંચાર ઉપકરણો , અંડર વોટર સર્ચ કેમેરા , સોનાર સિસ્ટમ , સ્કુબા સેટ ઉપયોગમાં લેવાયાં હતાં.

(11:11 pm IST)