Gujarati News

Gujarati News

News of Friday, 26th November 2021

સાબરકાંઠાના પોળો ફોરેસ્ટમાં પ્લાસ્ટિક પર પ્રતિબંધ : પર્યાવરણને નુકસાન થતું અટકાવવા લેવાયો નિર્ણય

વિજયનગરનું પોળો ફોરેસ્ટ મીની કાશ્મીર તરીકે જાણીતું મોટી સંખ્યામાં પ્રવાસીઓ લેતા હોય છે મુલાકાત

સાબરાકાંઠાના પોળો ફોરેસ્ટમાં કુદરતી નજારાને જોવા લોકો દૂર દૂરથી પહોંચે છે. ત્યારે અહીં આવતા લોકો સ્થળની મુલાકાત તો લઇ જાય છે, પણ પાછળ કચરો મુકતા જાય છે. ત્યારે આ કચરામાં પ્લાસ્ટિકના કચરાનું પ્રમાણ વધુ છે. તેવામાં હવે પ્લાસ્ટિક મુક્ત કરવા માટે ફોરેસ્ટમાં પ્લાસ્ટિકના ઉપયોગ પર પ્રતિબંધ મુકવામાં આવે છે.

 ચોમાસાની સિઝનમાં મોટી સંખ્યામાં સેહલાણીઓ પોળો ફોરેસ્ટની પ્રાકૃતિક સુંદરતા માણવા પિકનિક કરવા માટે આવતા હોય છે. પ્રવાસીઓ માટે પોળોમાં એન્ટ્રી વિના મૂલ્યે છે. પ્રવાસીઓ મોટી સંખ્યામાં આવતા હોવાથી પ્લાસ્ટિકનો કચરો વધુ માત્રમાં એકઠો થતો હતો જેને કારણે જંગલના વાતાવરણને સ્વચ્છ રાખવા માટે પ્રશાસને પ્લાસ્ટિક પર પ્રતિબંધ મુક્યો છે.

(9:03 pm IST)