Gujarati News

Gujarati News

News of Friday, 26th November 2021

ધોલેરા તાલુકા ભાજપ દ્વારા સંવિધાન દિવસની ઉજવણી કરવામાં આવી

ગાંફ ગામે સંવિધાનના રચિતા ભારતરત્ન ડૉ. ભીમરાવ આંબેડકરજીની પ્રતિમાંને દિપ - પ્રાગટ્ય કરી પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી

(વંદના નીલકંઠ વાસુકિયા) વિરમગામ : ધોલેરા તાલુકા ભાજપ મંડલ દ્વારા સંવિધાન દિવસની ઉજવણી ધોલેરા તાલુકાના ગાંફ ગામે સંવિધાનના રચિતા ભારતરત્ન ડૉ. બાબાસાહેબ ભીમરાવ આંબેડકરની પ્રતિમાંને  દિપ - પ્રાગટ્ય કરી પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. જેમાં ધોલેરા તાલુકા ભાજપ મંડલ પ્રમુખ સાગરભાઈ સોલંકી, મંડલ મહામંત્રી પધ્યુમનસિંહ ( પદુભા ) ચુડાસમા, ધોલેરા તાલુકા પંચાયત પ્રમુખ સુભાષભાઈ ગોહિલ, અમદાવાદ જિલ્લા પંચાયત પ્રતિનિધિ  અનિલસર વેગડ, અમદાવાદ જિલ્લા ભાજપ યુવા મોર્ચા કારોબારી સદસ્ય  મૌલિકસિંહ ચુડાસમા, ધોલેરા તાલુકા પંચાયત સામાન્ય ન્યાય સમિતિ ચેરમેન  નરેન્દ્રભાઈ ચાવડા, મંડલ બક્ષીપંચ મોર્ચા પ્રમુખ  ઠાકરશીભાઈ ભરભિડીયા, અનુસુચિત મોર્ચા પ્રમુખ  પ્રકાશભાઈ દુલેરા, મંડલ મહામંત્રી  નિતેશભાઈ પરમાર, પૂર્વ તાલુકા પંચાયત સદસ્ય  રાજેશભાઈ ધારાણી, મંડલના આગેવાનો, હોદ્દેદારો, કાર્યકર્તાઓ, ગાંફ ગામના આગેવાનો પ્રાથમિક શાળા ના વિધાર્થીઓ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમની સાથે ધોલેરા તાલુકા ભાજપ મંડલ પૂર્વ સનિષ્ઠ કાર્યકર્તા અને ગાંફ ગામના સરપંચ હિતેષભાઈ પરમારને ધોલેરા તાલુકા ભાજપ મંડલ દ્વારા ખેસ પહેરાવીને મંડલમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. (તસવીર :- પરેશ હપાણી  - ધોલેરા)

(7:22 pm IST)