Gujarati News

Gujarati News

News of Friday, 26th November 2021

સ્વામિ વિવેકાનંદ ટાઉન હોલ વિરમગામ ખાતે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો

જન્મ મરણના પ્રમાણપત્ર, ગુમાસ્તા ધારા, વ્યવસાય વેરાની અરજી, કોવિડ વેક્સિનેશન , આધારકાર્ડ સહિત સરકારની વિવિધ યોજનાઓનો લાભ આપવામાં આવ્યો

(વંદના નીલકંઠ વાસુકિયા) વિરમગામ : રાજય સરકારની સુચના મુજબ જીલ્લા વહીવટી તંત્ર દ્વારા સેવાસેતું કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતું. શુક્રવારે સ્વામિ વિવેકાનંદ ટાઉન હોલ, વિરમગામ ખાતે સેવાસેતું કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતું. મહાનુભાવોના વરદહસ્તે દિપપ્રાગટ્ય કરીને સેવાસેતુ કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં પુર્વ ધારાસભ્ય વજુભાઇ ડોડીયા, નગરપાલીકા પ્રમુખ ચેતનભાઇ રાઠોડ,  ઉપપ્રમુખ દિપાબેન ઠક્કર, શહેર ભાજપ પ્રમુખ નરેશભાઇ શાહ, ભરતભાઇ ઠાકોર, વિજયસિંહ ચાવડા, ચીફ ઓફિસર વિનોદભાઇ રાઠોડ, ડો.નયનાબેન સારડા સહિત કાઉન્સિલરો, વિવિધ સરકારી વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ, ભાજપના હોદ્દેદારો, નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. અત્રે ઉલ્લેખનિય છે કે, સેવાસેતું કાર્યક્રમમાં નગરપાલીકા દ્વારા આપવામાં આવતી સેવા જન્મ મરણના પ્રમાણપત્ર, લગ્ન નોંધણી પ્રમાણપત્ર, ગુમાસ્તા ધારા, વ્યવસાય વેરાની અરજી, ટેક્ષ આકારણીની અરજી, નળ ગટર જોડાણની અરજી, કોવિડ વેક્સિનેશન , આયુષ્યમાન  ભારત કાર્ડ, આધાર કાર્ડ, શ્રમયોગી કાર્ડ, આવક જાતી નોન ક્રિમીલેયર દાખલાઓ, રેશન કાર્ડની લગતી અરજીઓ, આરોગ્ય તપાસ  સહિત સરકારની વિવિધ યોજનાઓનો લાભ આપવામાં આવ્યો હતો.

(7:15 pm IST)