Gujarati News

Gujarati News

News of Friday, 26th November 2021

સુરતના મોટા વરાછામાં પ્રેમિકાની પૌત્રી સાથે જઈ રહેલ ખેતમજૂરને આંતરી લાકડાના ફટકા મારી મોતનેઘાટ ઉતારવામાં આવતા ચકચાર મચી જવા પામ્યો

સુરત: શહેરનામોટા વરાછાના ખરી ફળિયામાં રહેતો અને ખેતીકામ કરતો હિતેશ મણીલાલ પટેલ (ઉ.વ. 35) અઠવાડીયા અગાઉ મોટા વરાછાના દશેરા ટેકરીમાં રહેતી તેની કથિત પ્રેમિકા ચંપાબેન ચૌધરીની પૌત્રી કશીષ (ઉ.વ. 9) સાથે મોપેડ પર પોતાના ઘરે કૂતરાને ખાવાનું આપવા જઇ રહ્યો હતો. ત્યારે મોટા વરાછા ભડીયાદરા ફાર્મ હાઉસની સામે હિતેશને આંતરી ત્રણેક જણાએ લાકડાના ફટકા મારી મોતને ઘાટ ઉતાર્યો હતો. 

આ ગુનામાં અમરોલી પોલીસે માથાભારે આમે હીરાભાઇ ઉર્ફે હીરો વામાભાઇ ભરવાડ (ઉ.વ. 28 રહે. 67, નીચલી કોલોની, આનંદધારા આશ્રમની બાજુમાં, મોટા વરાછા અને મૂળ. વેળાવદર, તા. વલ્લભીપુર, જિ. ભાવનગર) ની ધરપકડ કરી છે. કયા કારણોસર હત્યા કરવામાં આવી તે અને હુમલામાં સામેલ અન્ય બેની ભાળ મેળવવા પોલીસે કવાયત હાથ ધરી છે.

 

(5:55 pm IST)