Gujarati News

Gujarati News

News of Friday, 26th November 2021

'તડપ' ફિલ્મના પ્રમોશન માટે અમદાવાદ પહોંચ્યા અહાન શેટ્ટી અને તારા સુતારીયા

ગુજરાતી થાળી આરોગી અને ચાહકો સાથે મુલાકાત કરી

રાજકોટ તા. ૨૮: સુનિલ શેટ્ટીના પુત્ર અહાન શેટ્ટીની પ્રથમ ફિલ્મ 'તડપ' ત્રીજી ડિસેમ્બરના રિલીઝ થવાની છે. ફિલ્મનું પ્રમોશન કરવા અહાન અને તારા અમદાવાદ પહોંચ્યા હતાં. અહિ તેણે શહેરની સુંદરતાનો ભરપૂર આનંદ માણ્યો હતો. સ્થાનિક મીડિયા સાથે વાતચીત કરવા ઉપરાંત અમદાવાદમાં ગુજરાતી થાળીનો સ્વાદ માણ્યો હતો. તેમજ અગોરા મોલ ખાતે ચાહકોને મળીને તેમને ખુશ કરી દીધા હતાં. અહાનની આ ડેબ્યુ ફિલ્મ હોઇ પ્રમોશન વખતે તેના ચહેરા પર ખુશી સ્પષ્ટપણે દેખાતી હતી. અમદાવાદના રહેવાસીઓએ અહાન અને તારાનું ઉષ્માભર્યું સ્વાગત કર્યુ હતું. સાજીદ નડિયાદવાલાની આ ફિલ્મમાં રોમાન્સ, એકશનનો ભરપુર ડોઝ છે. સંગીત પણ વખાણાયું છે. ફિલ્મનું લેખન રજત અરોરાએ કર્યુ છે. જ્યારે નિર્દેશન મિલન લુથરીયાનું છે. અમદાવાદ આવ્યા પહેલા અહાન-તારાએ વારાણસીમાં આરતી પણ કરી હતી.

(3:32 pm IST)