Gujarati News

Gujarati News

News of Friday, 26th November 2021

એપોલો હોસ્પિટલમાં હૃદયની સારવારમાં મિનિમલી ઇન્વેસિવ ટેકનિકનો ઉપયોગ

(કેતન ખત્રી દ્વારા) અમદાવાદ, તા. ર૬ : ભારત સહિત સમગ્ર દુનિયામાં મૃત્યુ માટે જવાબદાર ટોચના કારણોમાં એક કારણ કાર્ડિયોવાસ્ક્યુલર રોગો (CVD) હોવાથી એકલી દવાથી સારવાર ન થઈ શકે એવા દર્દીઓની ઘણી વાર ઓપન-હાર્ટ સર્જરી કરવામાં આવે છે. જે માટે હોસ્પિટલમાં લાંબો સમય રહીને સારવાર મેળવવી, ધીમે ધીમે તબિયતમાં સુધારો થવો, સ્કાર અને ઇન્ફેકશનનું વધારે જોખમ જેવા વિવિધ પરિબળો જવાબદાર છે.જોકે ટેકનોલોજીમાં પ્રગતિ થવાથી ડૉકટરોને દર્દીના હૃદય સુધી પહોંચવાની સરળ રીત મળી છે – જે મિનિમલી ઇન્વેસિવ કાર્ડિયોથોરેસિક સર્જરી (MICS) છે અને એથી ઓપન-હાર્ટ સર્જરીના મોટા ભાગના ગેરફાયદા ઘટાડવામાં નોંધપાત્ર મદદ મળી છે.

પ્રમાણમાં નવી સર્જિકલ પ્રક્રિયા MICS કીહોલ કાર્ડિયાક સર્જરી તરીકે પણ જાણીતી છે, જેનું પ્રચલન અપોલો હોસ્પિટલ્સ સહિત સમગ્ર ભારતમાં ગણ્યાંગાંઠ્યાં કેન્દ્રોમાં તબક્કાવાર રીતે વધી રહ્યું છે, જે MICSની સંપૂર્ણ પ્રોફાઇલ પૂરી પાડે છે.

અપોલો હોસ્પિટલ્સ, અમદાવાદમાં સીનયિર કન્સલ્ટન્ટ કાર્ડિયોથોરેસિક અને વાસ્ક્યુલર સર્જન ડૉ. સુધીર અદાલ્તીએ કહ્યું હતું કે, કોરોનરી આર્ટરી બાયપાસ (સિંગલ કે મલ્ટિપ)ની જરૂરિયાત ધરાવતા દર્દીઓ વાલ્વ રિપ્લેસમેન્ટ કે રિપેર (સિંગલ કે ડબલ વાલ્વ), હૃદયમાં કાણું બંધ કરવા અને ગાંઠો દૂર કરવા માટે ઓપન-હાર્ટ સર્જરીને બદલે MICSની પસંદગી કરી શકે છે.ઓપન-હાર્ટ સર્જરીની સરખામણીમાં MICS અનેક ફાયદા ધરાવે છે. સૌથી મોટો ફાયદો એ છે કે, ઓપન-હાર્ટ સર્જરીમાં લગભગ ૧૦ ઇંચના છેદ પાડવો પડે છે, જેના બદલે MICSમાં કોઈ પણ હાડકામાં કાપા પાડ્યા વગર ૨થી ૩ ઇંચના છેદ દ્વારા થઈ શકશે. એનાથી ઘા અને સર્જરી પછી ફેંફસાના ઇન્ફેકશનની શક્યતાઓ ઘટી જાય છે, ઓછામાં ઓછો સ્કાર રહે છે અને હોસ્પિટલમાં સ્ટે ફકત ત્રણથી ચાર દિવસનો થઈ જાય છે.

(2:49 pm IST)