-
જોરદાર ! રણવીરસિંહ જમ્યો ૨૭ વાનગીથી ભરપૂર ગુજરાતી થાળી access_time 3:08 pm IST
-
કાર્તિક આર્યન અને કિયારા અડવાણીએ માણી અમદાવાદની મહેમાનગતિઃ કેરીના રસની ઉડાવી જયાફત access_time 3:58 pm IST
-
લ્યો બોલો... જયેશભાઇ જોરદાર નહિ નબળા રહ્યાં: માત્ર ટેલર જ હતું ‘જોરદાર': નબળી વાતો access_time 3:50 pm IST
-
બજારમાં આવ્યું જબરદસ્ત સ્પીડવાળું નવું રાઉટર access_time 6:14 pm IST
-
બે વખત વડાપ્રધાન બનવું પૂરતું નથી, હું બીજી ધાતુથી બનેલો છું : પીએમ access_time 10:15 am IST
-
વસીમ જાફરની ભવિષ્યવાણી : ગુજરાત ટાઇટન્સ સાથે મળીને આ 3 ટીમો પ્લેઓફમાં પહોંચશે access_time 6:20 pm IST
News of Friday, 26th November 2021
દરિયાપુરમાં પથ્થરમારા મામલે પોલીસની કાર્યવાહી :50 મહિલાઓ સહિત 150 લોકો સામે નોંધ્યો ગુનો
વીજ ચેંકિગ કરવા ગયેલા આધિકારીઓ પર કર્યો હતો પથ્થરમારો

અમદાવાદના દરિયાપુર વિસ્તારમાં વીજ ચેકિંગ માટે જ્યારે ટીમ ગઈ હતી.તે સમયે પથ્થરમારાની ઘટના બની હતી. જેને લઈને પછી પોલીસનો કાફલો પણ મોટી સંખ્યામાં ત્યા પહોચ્યો હતો અને પોલીસે આ સમગ્ર મામલે પરિસ્થિતીને કાબૂમાં લીધી હતી. જોકે હવે પોલીસે આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસે આ ઘટનામાં 150 લોકો સામે ગુનો નોંઘ્યો છે. જેમા પોલીસ દ્વારા રાયોટિંગનું કાવતરુ કરીને હુમલો કરાયો હોવાનો ઉલ્લેખ કરાયો છે. સાથેજ સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે.
દરિયાપુરમાં ગેરકાયદેસર વીજ જોડાણ માટેની તપાસ અર્થે પોલીસ ગઈ હતી. જેમા ટોરન્ટ પાવરના અધિકારીઓ ત્યા ગયા હતા અને તેઓ ચેકીંગ કરી રહ્યા હતા. તે સમયે ટોરન્ટ પાવરના અધિકારી તેમજ પોલીસ પર હુમલો કરવામાં આવ્યો હતો. જેના કારણે પછી મોટા પ્રમાણમાં પોલીસનો કાફલો સ્થળ પર તૈનાત થયો હતો.
(1:13 pm IST)