Gujarati News

Gujarati News

News of Thursday, 25th November 2021

સમસ્ત વૈષ્ણવ વણિક સમાજ,રાજપીપળાના પ્રમુખ તરીકે ગુંજન મલાવીયાની નિમણુંક થતા અભિનંદનની વર્ષા

(ભરત શાહ દ્વારા)રાજપીપળા : સમસ્ત વૈષ્ણવ વણિક સમાજ રાજપીપળાની મળેલ જનરલ મિટિંગમાં નવા પ્રમુખ તરીકે ગુંજનભાઈ મલાવીયાની સર્વ સમંતિથી નિમણૂક થતા સૌએ અભિનંદન પાઠવ્યા હતા.

આજથી 6 વર્ષ પહેલાં ગુંજનભાઈ કિરીટભાઈ મલાવીયાએ એકલા હાથે વૈષ્ણવ વણિક સમાજ ની અલગ અલગ પેટા જ્ઞાતિઓને ભેગી કરવાની કવાયત હાથ ધરી હતી અને તેઓએ જ્ઞાતિજનો અને આગેવાનોનો સંપર્ક કરી ઘરે ઘરે જઈ અને રૂબરૂ સંપર્ક કરી સમસ્ત વૈષ્ણવ વણિક સમાજ રાજપીપલાની સ્થાપના કરી હતી ત્યારબાદ તેઓ અને જ્ઞાતિજનોના સહકારથી લગ્નના મેળાવડા, સ્નેહ સંમેલનો, બ્લડ ડોનેશન કેમ્પ જેવી સમાજને લગતા વિવિધ કાર્યક્રમો કર્યા અને સમાજનું સંગઠન વધુ મજબૂત બનાવ્યું.
કોરોના કાળમાં ગુંજનભાઈ મલાવીયા તથા સમાજના અગ્રણીઓ દ્વારા સતત 42 દિવસ સુધી સમાજની વાડીમાં જમવાનું બનાવીને જરૂરિયાત લમંદો સુધી પહોચાડ્યું તેમજ તંત્ર સાથે ખભ ખભા મિલાવીને તંત્રની સૂચના મુજબ પણ જમવાની તથા બીજી અન્ય પ્રકારની સેવાઓ પુરી પાડી અને કોરોનાના કપરા સમયમાં વણિક સમાજના 23 યુવાનો દ્વારા દરેક મદદ પહોંચાડવામાં આવી તદુપરાંત કોરોના દરમ્યાન કોરોનાના કારણે જે લોકોના મૃત્યુ થયા તેમની તમામ અંતિમ વિધિ તથા તેનો સંપૂર્ણ ખર્ચ સમાજ દ્વારા ઉપાડવામાં આવ્યો અને મળેલ માહિતી મુજબ ગુંજનભાઈ દ્વારા ઘણા લોકોના મૃતદેહને અગ્નિ સંસ્કાર પણ કરવામાં આવ્યા હતા,હાલ સમસ્ત વૈષ્ણવ વણિક સમાજના યુવાનો દ્વારા રાજપીપલાનું એક માત્ર સ્મશાનગૃહને રૂપિયા 1.50 કરોડના ખર્ચે 2 સીએનજી આધારિત સ્મશાનગૃહ બનાવી રાજપીપલાની જનતાને ભેટ આપવામાં આવી જેનું હાલમાંજ ગુજરાત રાજ્યના લોકલાડીલ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું તેમજ સમગ્ર દેશ માટે ગર્વ અને શીખ લઇ શકાય એવો "નોંધારા નો આધાર" પ્રોજેકટ હાલ આખા દેશમાં ફક્ત નર્મદા જિલ્લામાં રાજપીપલા ખાતે સમસ્ત વૈષ્ણવ વણિક સમાજ દ્વારા ચલાવવામાં આવી રહ્યો છે  હાલ ભારતીય જનતા પાર્ટી ની એક કમિટી પણ બનાવી અને તેઓ સાથે લોકભાગીદારી થી કામ કરી રહ્યા છે જેમાં પણ નવા નિમાયેલા પ્રમુખ ગુંજનભાઈ મલાવીયા નું ખૂબ મોટું યોગદાન રહેલ છે સમાજમાં પોતાની અને પરિવાર ની ચિંતા કર્યા વગર ખૂબજ આગવી સમાજસેવામાં પોરવાયેલા રહી કોઈ પણ નાત,જાતના ભેદભાવ વગર  ખૂબ મોટી સમાજસેવા નું કાર્ય તેઓ દ્વાર કરવામાં આવી રહ્યું છે ત્યારે સમગ્ર રાજપીપલા ની જનતા દ્વારા તેમને સમસ્ત વૈષ્ણવ વણિક સમાજ રાજપીપલા ના પ્રમુખ બનવા બદલ અભિનંદન આપવામાં આવે છે અને અગાઉ પણ આવા ને આવા સેવાકીય કર્યો કરતા રહે તે માટે શુભકામનાઓ આપવામાં આવી છે. જેનો આનંદ સમગ્ર સમસ્ત વૈષ્ણવ વણિક સમાજ અને રાજપીપલાની જનતા દ્વારા વ્યક્ત કરવામાં આવી રહ્યો છે.
 નવ યુવા પ્રમુખ ગુંજનભાઈ મલાવીયાએ આ બાબતે જણાવ્યું કે હું સમાજ માં જરૂરિયાતમંદ વ્યક્તિઓ ને કોઈ પણ પ્રકારે મદદરૂપ બનવામાં ખૂબ આનંદ અને સંતોષ ની લાગણી અનુભવી રહ્યો છું, જેમાં મારા પરિવાર નો ખુબ મોટો હાથ રહેલ છે માટેજ હું આ કાર્ય માં ખરો ઉતરી શક્યો છું જે બદલ હું મારા માતાપિતા અને મારા પરિવારજનો આપના માધ્યમથી આભાર માની રહ્યો છું. અને ભવિષ્ય માં સમાજ ને જ્યાં પણ મારી જરૂરિયાત હશે હું હર હમેશ તેમની સાથે રહી અને મારી સેવાઓ આપતો રહીશ.

(11:08 pm IST)