Gujarati News

Gujarati News

News of Friday, 26th November 2021

રાજપીપળા :ગાંધી ચોક માર્ગ પર પગપાળા જતા વૃદ્ધાને કારે ટક્કર મારતા ગંભીર ઇજાઓના કારણે વૃદ્ધાનું મોત

(ભરત શાહ દ્વારા)રાજપીપળા : રાજપીપળા ગાંધી ચોક તરફ જતા માર્ગ ઉપરથી પગપાળા જઇ રહેલા એક આધેડ વયની મહિલા નું કારે ટક્કર મારતા મોત નીપજ્યું હતું.

મળતી માહિતી મુજબ મારૂતિ સુઝુકી અર્ટિગા ગાડી નંબર GJ-34-B-3926 ના ચાલકે તેના કબ્જાની ગાડી કાળીયા ભુત મંદિરથી ગાંધીચોક તરફ પુરઝડપે હંકારી લાવી ત્યાંથી ચાલતા જતા રેવાબેન ધનજીભાઈ માછી ઉ.વ.૭૦ નાઓને પાછળથી ટક્કર મારતાં રેવબેન ના માથાના ભાગે ગંભીર ઈજાઓ થતાં તેમજ શરીરના ભાગે ઓછી વધતી ઈજાઓ થતાં સારવાર માટે રાજપીપલા સરકારી દવાખાને ૧૦૮ એમ્બ્યુલન્સમાં લાવતાં રસ્તામાં તેમનું મોત થતા રાજપીપળા પોલીસે કાર ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.

(9:33 am IST)