Gujarati News

Gujarati News

News of Thursday, 25th November 2021

વ્યારામાં વિમલ આપવા મુદ્દે ઝઘડો કરી ચાની લારીવાળાને ચપ્પુના ઘા મરાયા

વ્યારા નગરમાં ભરચક વિસ્તારમાં ધોળા દિવસે ચાની લારી ચલાવતા દુકાનદાર પાસે એક વ્યક્તિએ આવી વિમલની માંગ કરી ઝગડો શરૂ કરી દીધો હતો, અને વ્યક્તિ ઉશ્કેરાય જઈને ખીસા ચપ્પુ વડે જીવલેણ હુમલો કરી દેતા દુકાનદારને લોહી લુહાણ કરી દેતા ગંભીર હાલતમાં સારવાર અર્થે જનરલ હોસ્પિટલ-વ્યારામાં ખસેડવામાં આવ્યો હતો. બીજી તરફ હુમલાખોર અને અન્ય એક ઈસમ એક્ટિવ મોપેડ પર ભાગી ગયા હતા. બનાવ અંગે વ્યારા પોલીસમાં જાણ થતાં ઘટના સ્થળે જઈ હુમલાખોર વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.વ્યારામાં ભરબપોરે અને ભરચક ગણાતા વિસ્તારમાં ચપ્પુ વડે હુમલાને કારણે પંથકમાં ભયનો માહોલ છવાયો હતો. હુમલાનું સાચું કારણ પોલીસ તપાસ બાદ બહાર આવશે. વ્યારા નગરના સયાજી સર્કલ પાસે ચા ની દુકાન ચાલવતા દુકાનદાર મહેશભાઈ રામપ્યારે મિશ્રા રાબેતા મુજબ આજરોજ બપોરના અરસામાં પોતાની દુકાન પર હતા. તે દરમિયાન અબ્બાસ અરમાનશા ફકિર (રહે. મગદુમ નગર, વ્યારા) તેની લારી ઉપર આવી તેની પાસે વિમલ માંગી ગાળો બોલી હતી.મહેશએ ગાળો બોલવાની ના પાડતા અબ્બાસે તાના પેન્ટના ખિસ્સામાંથી ચપ્પુ કાઢી જાનથી મારી નાંખવાના ઇરાદે ગળા ઉપર ચપ્પુ વડે અચાનક હુમલો કર્યો હતો. દુકાનદાર મહેશ મિશ્રાએ પોતાનો બચાવ કરતા જમણો હાથ આગળ કર્યો હતો. જેથી જમણા હાથે બાવડાનાં ભાગે ઇજા થઈ હતી. ચપ્પુથી બીજો ઘા કરતા ડાબા કાન નીચે તથા જમણા હાથે કાંડાથી ઉપરના ભાગે માર્યો હતો. આટલુ ઓછુ હોય તેમ પીઠના ભાગે ચપ્પુનો ઉપરા છાપરી ઘા કરી તેને લોહી લુહાણ કરી દીધો હતો.છોડાવવા માટે વચ્ચે પડનારાઓની સાથે પણ હુમલાખોરે ઝપાઝપી કરી મહેશ અને તેને બચાવનારાઓને પણ જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. જે બાદ ઇજાગ્રસ્ત મહેશભાઈને વ્યારા જનરલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડયા હતા. બીજી તરફ હુમલાખોર સાથે અન્ય એક શખ્સ લાલ કલરની એક્ટીવા રજી નં. GJ 26 B 1327 પર આવ્યો હતો. આ પાતળા બાંધાનો હતો, જેને સફેદ કલરનો શર્ટ તથા બ્લુ કલરનો જીન્સ પેન્ટ પહેરેલ આશરે 20 વર્ષનો ભાગી ગયા હતા. બનાવ અંગે જાણ થતા વ્યારા પોલીસ ઘટનાસ્થળે આવી હતી. અને હુમલો કરનાર તેમજ તેની સાથે આવનારા ઈસમ તપાસ હાથ ધરી હતી.

(7:38 pm IST)