Gujarati News

Gujarati News

News of Thursday, 25th November 2021

દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસવાની શક્યતા

સુરત, તાપી, ડાંગ, વલસાડ, નવસારી, દમણ અને દાદરાનગર હવેલીમાં કમોસમી વરસાદ વરસવાની હવામાન વિભાગની આગાહી

અમદાવાદ :શિયાળાની કાતિલ ઋતુમાં વહેલી સવારે ફુલ ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે જ્યારે બપોરના સમયે ગરમીનો અહેસાસ થઇ રહ્યો છે છે, એવામાં આગામી દિવસોમાં ગરમીનો પારો વધી શકે છે, ત્યારે હવે હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું છે કે, ત્રણ દિવસ બાદ રાજ્યમાં ગરમીના પ્રમાણમાં વધારો થઇ શકે છે. બે દિવસ રાજ્યમાં બેવડી ઋતુનો અહેસાસ થશે તેવું હવામાન વિભાગદ્વારા જણાવવામાં આવ્યું છે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસવાની શક્યતા રહેલી છે. જ્યારે દક્ષિણ ગુજરાતમાં  આજે સુરત, તાપી, ડાંગ, વલસાડ, નવસારી, દમણ અને દાદરાનગર હવેલીમાં કમોસમી વરસાદ વરસી વરસવાની આગાહી કરવામાં આવી છે.

આ ઉપરાંત, અન્ય વિસ્તારોમાં વાતાવરણ સુકું રહેવાની સાથે જ હવામાં ભેજ હોવાથી લઘુત્તમ તાપમાનમાં કોઈપણ પ્રકારનો ઘટાડો ન થવાની હવામાન વિભાગ દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી છે. બે દિવસ બાદ રાજ્યમાં ઠંડી અનુભવાશે અને લઘુત્તમ તાપમાનમાં ત્રણથી પાંચ ડિગ્રી સુધીનો ઘડાટો નોંધાઈ શકે છે.

(10:49 am IST)