Gujarati News

Gujarati News

News of Thursday, 26th November 2020

કેવડિયા કોન્ફરન્સમાં ભાગ લેવા આવેલા ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણનો કોરોના રિપોર્ટ પોઝેટિવ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : ખેડાના ભાજપ સાંસદ દેવુસિંહ ચૌહાણનો કોરોના કોરોના રિપોર્ટ પોજેટિવ આવ્યો છે. કેવડિયા ખાતે કોન્ફરન્સમાં ભાગ લેવા પહોંચેલા ભાજપના સાંસદ દેવુસિંહ ચૌહાણનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેમણે આ બાબત ટ્વીટ કરી જણાવી છે.
 અત્રે ઉલ્લેખનીય છે કે, ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણે લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા સાથે મુલાકાત કરી હતી.દેવુસિંહ કેવડિયા ખાતે ટેન્ટ સીટી 2 માં કૉન્ફન્સમાં ભાગ લેવા પહોંચ્યા હતા. તેઓ કોરોના પોઝિટિવ આવતા દેવુસિંહે ટ્વીટ કરીને કહ્યું કે,મારો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવેલ છે. મારા સંપર્કમાં આવેલા સૌએ કોરોના ટેસ્ટ કરાવી લેવા તથા આરોગ્યની સંભાળ લેવી.
 જો કે, ત્યારબાદ એવું પણ જણાવ્યું હતું કે, મારુ સ્વાસ્થ સારું છે, મને કોરોનાના સામાન્ય લક્ષણો જણાતા સાવચેતીના ભાગરૂપે હું આઈસોલેટ થયો છું.મારા સંપર્ક માં આવેલા તમામ ને વિનંતી કરું કે આપ પણ કોરોના રિપોર્ટ કરાવી સ્વાથ્યની કાળજી રાખશો.
બોક્ષ: આ બાબતે ટેલિફોનિક વાતમાં તેમના પી.એ પ્રશાંતભાઈ એ જણાવ્યું હતું કે હા તેઓ કેવડીયા ગયા ત્યાં સવારે પહેલો રિપોર્ટ નેગેટિવ આવ્યો પરંતુ બપોર બાદ નો બીજો રિપોર્ટ પોજેટિવ આવતા હાલ તેઓ આઈસોલેટ છે.

(11:49 pm IST)
  • ૨૦૨૧માં હરિદ્વારમાં ઉતરાખંડ સરકાર દ્વારા આયોજીત મહાકુંભની તૈયારીઓનો રીપોર્ટ આપો : નૈનીતાલ હાઈકોર્ટ access_time 4:00 pm IST

  • કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબ મુફ્તીને ઝટકો : પીડીપી પાર્ટીના ત્રણ નેતાઓએ રાજીનામુ આપ્યું : ધમન ભસીન ,ફલૈલ સિંહ ,તથા પ્રીતમ કોટવાલે પાર્ટી સાથે છેડો ફાડ્યો access_time 1:36 pm IST

  • સરહદે પાકિસ્તાનના સતત વાંદરવેડા : જમ્મુ કાશ્મીરના પૂંછના કસ્બા અને કિરની સેકટરમાં પાકિસ્તાને ફરી સીઝ ફાયરનું ઉલ્લંઘન કર્યુ : ભારતીય જવાનો જવાબ આપી રહ્યા છે access_time 5:03 pm IST