Gujarati News

Gujarati News

News of Thursday, 26th November 2020

નર્મદા જિલ્લા 181મહિલા હેલ્પલાઇન દ્વારા ભારતીય બંધારણ દિવસની ઉજવણી સાથે,સંકલ્પ લેવાયો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : આજે 26 નવેમ્બરના રોજ બંધારણ દિવસે નર્મદા અભયમ 181 મહિલા હેલ્પલાઇન ટીમ દ્વારા ભારતીય બંધારણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.જેમાં ભારતના બંધારણના સિદ્ધાંતો સમાનતા,બંધુત્વ અને સ્વતંત્રતા અને મૂળભૂત અધિકારો વિષે ચર્ચા કરવામાં આવી હતી.અને બંધારણનું આમુખ વાંચી સંભળાવવામાં આવ્યું હતું.સાથે એક આદર્શ નાગરિક તરીકે તેનું પાલન કરવા સંકલ્પ લેવામાં આવ્યો હતો.

(11:37 pm IST)