Gujarati News

Gujarati News

News of Thursday, 26th November 2020

પારડી પોલીસ મથકે 181 અભયમ દ્વારા બંધારણ દિવસની ઉજવણી થઇ

બંધારણનું પાલન કરવા કટીબદ્ધતા દર્શાવી: બંધારણના સિદ્ધાંતો સમાનતા, બંધુત્વ અને સ્વતંત્રતા તેમજ મૂળભૂત અધિકારો વિશે ચર્ચા

(કાર્તિક બાવીશી દ્વારા) વલસાડ : આજરોજ 26 નવેમ્બરના રોજ બંધારણ દિવસની ઉજવણી દેશભરમાં થઇ રહી છે. ત્યારે વલસાડ 181 અભયમ મહિલા હેલ્પ લાઇનના સ્ટાફ દ્વારા પારડી પોલીસ મથકે તેની ઉજવણી થઇ હતી. તેમણે બંધારણનું પાલન કરવા કટીબદ્ધતા દર્શાવી આ દિવસની ઉજવણી કરી હતી.

 આ પ્રસંગે તેમણે ભારતના બંધારણના સિદ્ધાંતો સમાનતા, બંધુત્વ અને સ્વતંત્રતા તેમજ મૂળભૂત અધિકારો વિશે ચર્ચા કરી હતી. તેમણે આ ઉજવણીમાં આમુખ વાંચી સંભળાવ્યું હતુ. તેમજ એક આદર્શ નાગરિક બનવાનો સંકલ્પ કર્યો હતો.

(10:52 pm IST)