Gujarati News

Gujarati News

News of Thursday, 26th November 2020

લોકો મૂળભૂત અધિકારોને યાદ રાખે છે પરંતુ ફરજને ભૂલી જાય છે. જસ્ટિસ એમ.આર શાહ

ગુજરાત હાઈકોર્ટની સ્ટેન્ડિંગ કમિટીએ બંધારણીય દિવસ વિડીયો કોંફરન્સના માધ્યમથી ઈ-મોડથી ઉજવણી કરી

અમદાવાદ : બંધારણીય દિવસ નિમિત્તે કોરોનાકાળમાં ગુજરાત હાઈકોર્ટની સ્ટેન્ડિંગ કમિટીએ બંધારણીય દિવસ વિડીયો કોંફરન્સના માધ્યમથી ઈ-મોડથી ઉજવણી કરી હતી સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ જસ્ટિસ એમ.આર શાહ પણ વીડિયો કોંફરન્સના માધ્યમથી બંધારણ દિવસની ઉજવણીમાં જોડાયા હતા. જસ્ટિસ એમ.આર શાહે જણાવ્યું હતું કે લોકો મૂળભૂત અધિકારોને યાદ રાખે છે પરંતુ ફરજને ભૂલી જાય છે.

કોરોના મહામારીમાં ગુજરાત હાઈકોર્ટે વિડીયો કોંફરેન્સથી જે કામગીરી કરી છે તેની જસ્ટિસ એમ.આર. શાહે આવકારી હતી ગુજરાત હાઈકોર્ટના વિડીયો કોંફરેન્સથી સુનાવણીનું લાઈવ સ્ટ્રીમિંગ કરવાના નિણર્યના પણ વખાણ કર્યા હતા

 અત્રે ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટમાં ન્યાયધીશની વરણી પહેલા જસ્ટિસ એમ.આર. શાહ ગુજરાત હાઈકોર્ટના ન્યાયાધીશ રહી ચૂક્યા છે.

ગુજરાત હાઈકોર્ટના કાર્યક્રમમાં તમામ ન્યાયધીશ, એડવોકેટ જનરલ અને અન્ય સરકારી વકીલ સહિત તમામ હોદ્દેદારોએ વિડીયો કોંફરન્સના માધ્યમથી હાજરી આપી હતી. ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ વિક્રમનાથના નેજા હેઠળ બંધારણનીય દિવસ ઉજવવામાં આવ્યો હતો.

(10:39 pm IST)
  • દિલ્હીમાં વીક એન્ડ કર્ફયુ લાગુ થઈ રહ્યો છે? વિકલ્પે નાઈટ કર્ફયુ : દિલ્હીમાં નાઈટ કર્ફયુ અથવા વીક એન્ડ કર્ફયુ આવી રહેલ છે : હાઈકોર્ટમાં કેજરીવાલ સરકારે વિગતો આપી access_time 5:04 pm IST

  • સરહદે પાકિસ્તાનના સતત વાંદરવેડા : જમ્મુ કાશ્મીરના પૂંછના કસ્બા અને કિરની સેકટરમાં પાકિસ્તાને ફરી સીઝ ફાયરનું ઉલ્લંઘન કર્યુ : ભારતીય જવાનો જવાબ આપી રહ્યા છે access_time 5:03 pm IST

  • ૨૦૨૧માં હરિદ્વારમાં ઉતરાખંડ સરકાર દ્વારા આયોજીત મહાકુંભની તૈયારીઓનો રીપોર્ટ આપો : નૈનીતાલ હાઈકોર્ટ access_time 4:00 pm IST