Gujarati News

Gujarati News

News of Thursday, 26th November 2020

ફિયાન્સીના ત્રાસથી CRPF જવાને આત્મહત્યા કરી લીધી

ઈડર તાલુકાના મુડેટી ખાતેની ચકચારી ઘટના : આત્મહત્યા નોટના આધારે યુવતી સામે ગુનો દાખલ કરાયો

હિંમતનગર, તા. ૨૬ : સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકામાં મુડેટી ખાતે આવેલ એસઆરપીએફ ગ્રૂપના એક જવાને સગપણ કરેલ યુવતી દ્વારા મોબાઇલ પર માનસિક ત્રાસ અપાતા જવાને થોડાક દિવસો અગાઉ કણજીના ઝાડ પર ગળાફાંસો ખાઇ લેતા પરિવારમાં અરેરાટી વ્યાપી હતી. ત્યારબાદ મૃતક જવાન પાસેથી મળી આવેલ ચિઠ્ઠી આધારે ઇડર પોલીસે ભિલોડા તાલુકાના ભટેળા ગામની જવાન સાથે સગપણ કરનાર યુવતી વિરૂધ્ધ મોતના દુષ્પ્રેરણનો ગુનો દર્જ કરાયો હતો. પોલીસે સમગ્ર ઘટના સંદર્ભે વધુ તપાસ હાથ ધરી છે. જવાનના મોતની ઘટનાના મામલે ઇડર પોલીસ સ્ટેશનના સૂત્રો દ્વારા બનાસકાંઠાના દાંતા તાલુકાના દલપુરા ગામના રહીશ પંકજભાઇ જોગીભાઇ બુંબડીયા ઇડર તાલુકાના મુડેટી ખાતે આવેલા એસઆરપીએફ ગ્રૂપ-૬માં ફરજ બજાવતા હતા.

                   પંકજભાઇનું અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના ભટેળા ગામની યુવતી સાથે સગપણ કરાયુ હતું. આ યુવતી પંકજભાઇ પર વહેમ રાખી અવારનવાર મોબાઇલ ફોન પર માનસિક ત્રાસ આપતી હતી. જેથી પંકજભાઇ બુંબડીયાએ તા.૨૭ ઓકટોબર ૨૦૨૦ના રોજ ચિઠ્ઠી લખી ગળાફાંસો ખાઇ લીધો હતો. જવાનની લાશ મુડેટી એસઆરપીએફની જંગલ જમીનમાં આવેલ કણજીના ઝાડ પરથી મળી આવ્યા બાદ પોલીસે તપાસ હાથ ધરી હતી. જેમાં મૃતક પાસેથી મળી આવેલી ચિઠ્ઠી બાદ મૃતકના પરિવારજનોને પંકજભાઇએ યુવતીના માનસિક ત્રાસથી આત્મહત્યા કરાયાનું ધ્યાને આવતા અને ઇડર પોલીસ સ્ટેશને તરલીકા અમૃતભાઇ બરંડા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દર્જ કરી સમગ્ર ઘટના અંગે તપાસ હાથ ધરી છે.

(9:17 pm IST)
  • ૨૦૨૧માં હરિદ્વારમાં ઉતરાખંડ સરકાર દ્વારા આયોજીત મહાકુંભની તૈયારીઓનો રીપોર્ટ આપો : નૈનીતાલ હાઈકોર્ટ access_time 4:00 pm IST

  • શ્રીનગરમાં આતંકી હુમલો : બે જવાન શહીદ : આતંકવાદીઓએ શ્રીનગરમાં ફરી હુમલો કર્યો છે : આ હુમલામાં બે જવાન શહીદ થયા છે : જયારે એક જવાન ઘાયલ થયા છે access_time 4:04 pm IST

  • ઉત્તરાખંડ સરકારે રાજયમાં રેપીડ એન્ટીજન ટેસ્ટ માટે મહત્તમ ભાવ રૂ.૬૭૯ નક્કી કર્યા access_time 4:03 pm IST