Gujarati News

Gujarati News

News of Thursday, 26th November 2020

ગાંધીનગર:અડાલજમાં હત્યાના પ્રયાસના ગુનાહમાં વોન્ટેડ આરોપીને પોલીસે બાતમીના આધારે ઝડપી પાડ્યો

ગાંધીનગર: શહેર તેમજ જિલ્લામાં નાસતા ફરતા આરોપીઓને પકડવા માટે દોડધામ કરવામાં આવી રહી છે ત્યારે ગાંધીનગર એલસીબીની ટીમે અડાલજ પોલીસ મથકમાં નોંધાયેલા હત્યાના પ્રયાસના ગુનામાં વોન્ટેડ આરોપીને ઝડપી પાડયો છે

ગાંધીનગર જિલ્લાના વિવિધ પોલીસ મથકોમાં નોંધાતાં ગુનાઓમાં ફરાર રહેતા આરોપીઓને પકડવા માટે જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાએ આપેલી સૂચનાના પગલે ગાંધીનગર એલસીબી-૧ના ઈન્ચાર્જ પોલીસ ઈન્સ્પેકટર એચ.પી.ઝાલાએ સ્ટાફના માણસોને એલર્ટ રહી કામગીરી કરવા તાકીદ કરી હતી તેના પગલે એલસીબીની ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન કો.કુસુમબેન અને એલઆર જીંકલબાને બાતમી મળી હતી કે અડાલજ પોલીસ મથકમાં નોંધાયેલા હત્યાના પ્રયાસના ગુનામાં નાસતો ફરતો આરોપી સુરેશ રઘુભાઈ ભરવાડ રહે. સે-૧૪ ગોકુળપુરા હાલ - પાસે હાજર છે. જે બાતમીના પગલે આરોપીને ઝડપી પાડયો હતો અને અડાલજ પોલીસને હવાલે કરી દીધો હતો

(6:07 pm IST)