Gujarati News

Gujarati News

News of Thursday, 26th November 2020

સુરતના અમરોલી વિસ્તારમાં પાનનો ગલ્લો ખોલવા બાબતે થયેલ ઝઘડામાં સામસામે ચપ્પુના ઘા જીકાતા ત્રણ શખ્સો ગંભીર રીતે ઈજાગ્રસ્ત

સુરત: શહેરના અમરોલીમાં બુધવારે રાત્રે પાનનો ગલ્લો ખોલવાના મુદ્દે થયેલા ઝઘડામાં સામસામે ચપ્પુના ઘા મારતા ત્રણ વ્યક્તિ ઘાયલ થતા સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કર્યા છે. જોકે બનાવમાં સામસામે હત્યાનો પ્રયાસ કરવાનો ગુનો નોંધાયો છે.

નવી સિવિલ હોસ્પિટલથી મળેલી વિગત મુજબ અમરોલીના કોસાડ ખાતે એસએમસી આવાસમાં રહેતા 41 વર્ષીય ફિરોઝ ખાન જબ્બર ખાન પઠાણ અને ત્યાંજ રહેતો તેનો મિત્ર શાહરૂખ અનીશ અન્સારી (- - 25) બુધવારે રાત્રે કોસાડ આવાસમાં બિલ્ડીંગ નંબર 72 પાસે નરેશ કોળી સાથે ઝઘડો થયો હતો.

બાદમાં સામસામે થયેલી મારામારીમાં એકબીજાને ચપ્પુના ઘા મારી ઇજા પહોંચાડી હતી. જેમાં ત્રણેમાં ફિરોઝ ખાનની બંને પગમાં ઇજા થઇ તથા શાહરૂખને પેટના ભાગે અને બંને હાથમાં અને નરેશને માથાના ભાગે ઈજા થઈ હોવાથી સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કર્યા છે.

(6:06 pm IST)
  • મુંબઈ પોલીસના ૪ કર્મચારીઓને લાંચના ગુનામાં એન્ટી કરપ્શન બ્યુરોએ ઝડપી લીધા access_time 4:02 pm IST

  • ' ચલો દિલ્હી ' : કૃષિ કાનૂનના વિરોધમાં પંજાબથી નીકળેલી ખેડૂતોની ટ્રેકટર રેલીને કેજરીવાલનું સમર્થન : વિરોધ વ્યક્ત કરવાનો ખેડૂતોનો અધિકાર હોવાનું મંતવ્ય વ્યક્ત કર્યું access_time 1:21 pm IST

  • મોડી રાત્રે કાશ્મીરના કેટલાક ભાગોમાં ધરતીકંપનો આંચકો અનુભવાયો. વધુ વિગત મેળવાય રહી છે. access_time 1:09 am IST