Gujarati News

Gujarati News

News of Thursday, 26th November 2020

વડોદરા સુરસાગર તળાવ ફરતે પક્ષીઓને ચણ નાખવા પર કોરોનાના કારણોસર પ્રતિબંધ મુકવામાં આવ્યો

વડોદરા:શહેરના સુરસાગર તળાવ ફરતે લોકો પક્ષીઓ માટે ચણ નાખતા હોય છે પરંતુ તેના કારણે શિવજીની પ્રતિમા અને આસપાસ પક્ષીઓ ચરકતા ગંદકી ફેલાતી હોય છે. પરિણામે તંત્ર દ્વારા સિક્યુરિટી ગાર્ડ તૈનાત કરી ચણ નાખવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

 

વડોદરા શહેરની મધ્યમાં આવેલ સુરસાગર તળાવના ફરતે નાગરિકો પક્ષીઓને ચણ નાખવા માટે આવતા હોય છે. ચણ ચણવા માટે પક્ષીઓ મોટી સંખ્યામાં પ્રતિ રોજ સ્થળે એકત્રિત થતા હોય છે અને જેના કારણે સુરસાગર તળાવ કિનારે ફરતે તેમજ ભગવાન શિવજીની પ્રતિમા ઉપર પક્ષીઓ ચરકતા ગંદકી થતી હોય છે. જેથી ગંદકી ના થાય અને સ્વચ્છતા જળવાઈ રહે તે હેતુસર પાલિકા દ્વારા સુરસાગર તળાવ કિનારે ફરતે સિક્યુરિટી તૈનાત કરી દેવામાં આવી છે

(6:00 pm IST)