Gujarati News

Gujarati News

News of Thursday, 26th November 2020

અમદાવાદ જિલ્લાના બાવળા-ધોળકા તાલુકામાં જુગાર રમતા 6 શખ્સોને ઝડપી પોલીસે કાર્યવાહી હાથ ધરી

અમદાવાદ:જિલ્લાના બાવળા અને ધોળકા તાલુકામાં દિન-પ્રતિદિન ઈંગ્લીશ દારૂ અને જુગાર જેવી અસામાજીક પ્રવૃત્તિઓ વધી રહી છે ત્યારે જિલ્લા પોલીસવડાની સુચનાથી ધોળકા પોલીસે પેટ્રોલીંગ હાથધર્યું હતું જે દરમ્યાન ધોળકા શહેરી વિસ્તારમાં જાહેરમાં ખુલ્લી જગ્યામાં જુગાર રમતાં શખ્સોને રોકડ સહિતના મુદ્દામાલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.

અંગે પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ ધોળકા-બગોદરા હાઈવે પર આવેલ કેલાપીરની દરગાહ પાસે ઝાડ નીચે ખુલ્લી જગ્યામાં કેટલાક શખ્સો તીનપત્તીનો જુગાર રમતાં હોવાની બાતમીના આધારે પેટ્રોલીંગ દરમ્યાન રેઈડ કરી હતી. જેમાં જુગાર રમતાં શખ્સો મોઈન મહંમદઅલી પાનારા, આરીફભાઈ ઉમરફારૂક પાનારા, યાસીનહુશેન ગુલામઅલી પાનાર, ગુલામદસ્તગીર ઈસ્માઈલભાઈ પાનારા, ગુલાબઅકબર અબ્દુલરહીમ પાનારા અને માજીદભાઈ અહેમદહુશેન પાનારા તમામ રહે.ધોળકાવાળાને તીનપત્તીનો જુગાર રમતાં રોકડ રૂા.૨૧,૬૫૦ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.

(5:59 pm IST)