Gujarati News

Gujarati News

News of Thursday, 26th November 2020

જીટીયુના કુલપતિ પ્રો.નવીનભાઇ શેઠને હોદાગત મળેલ ૪૮ વસ્તુઓની હરાજી કરી રકમ કન્યા કેળવણીમાં ફાળવશે

વ્યકિતને નહી પરંતુ પદને મળેલી ભેટ દાન કરી પહેલ કરતા કુલપતિ શેઠ

રાજકોટ તા. ર૬ : ગુજરાત ટેકનોલોજીકસ યુનિવર્સિટી (જીટીયુ) ટેકનીકલ શિક્ષણની સાથે-સાથે સરકારને સહાયરૂપ થવા અનેક પ્રકારે કાર્યરત રહે છે કોરોનાના કપરાકાળમાં જીટીયુના દરેક કર્મચારીઓ દ્વારા યથાયોગ્ય ફંડ મુખ્યમંત્રી રાહતનીધીમાં જમા કરાવી તેજસને કન્યા કેળવણી માટે પણ  જીટીયુ સતત કાર્યરત છે.

જેના ઉપલક્ષ્યમાં જીટીયુ કુલપતિપદને મળેલભેટ સોગાદોને વેચીની મેળવેલ ફંડનો ઉપયોગ કન્યા કેળવણી માટે કરવાનો નિર્ણય જીટીયુના કુલપતિ ડો. નવીનભાઇ શેઠે કર્યો છે

કુલપતિ નવીનભાઇ શેઠે જણાવ્યું છે કે સન્માન હમેશા પદનું થતું હોય છે. વ્યકિતનું નહી જેથી કરીને કુલપતિપદને મળેલ તમામ ભેટ સોગાદોને જાહેર જનતાને ખરીદવા અપીલ કરવામાં આવે છે. તેમાંથી પ્રાપ્ત થયેલ રકમ મુખ્યમંત્રી કન્યા કેળવણી નિધિમાં જમા કરાવવામાં આવશે.

જીટીયુના કુલસચિવ ડો. કે.એન.ખેરે પણ કુલપતિશ્રીના આ નિર્ણયને સહર્ષ વધાવીને દરેક જાહેર જનતાને જીટીયુના આ નિર્ણયમાં સહભાગી થવા માટે અપીલ કરી છે.

૪૮ જેટલી ભેટ સોગાદોને જાહેર જનતા માટે ઓનલાઇન બચત વેચી તમામ ૮૦ હજાર રકમ કન્યા કેળવણી મંડળીમાં ઉપયોગ કરાશે

(2:30 pm IST)