Gujarati News

Gujarati News

News of Thursday, 26th November 2020

ઓસ્ટ્રેલિયન હાઈ કમિશનરે ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમની શુભેચ્છા મુલાકાત લીધી

ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે ઓસ્ટ્રેલિયન પ્રતિનિધીઓને શુભેચ્છા ભેટ આપી

અમદાવાદ : દરેક દેશમાં બીજા દેશોની એલચી કચેરી આવેલી હોય છે. જે સામાન્યતઃ તે દેશની રાજધાનીમાં હોય છે. ભારતમાં વિદેશની એલચી કચેરીઓ દિલ્હીમાં છે. ઓસ્ટ્રેલિયાના હાઈ કમિશનરે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ કાર્યાલય કમલમની મુલાકાત લીધી હતી. જે પ્રસંગે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે કમિશનર સાથે વાતચીત કરી હતી અને તેમના પ્રતિનિધિઓને શુભેચ્છા ભેટ આપી હતી

વડાપ્રધાન  મોદીની આગેવાનીમાં ભારતીય જનતા પાર્ટી વિશ્વની સૌથી મોટી લોકશાહી રાજકીય પાર્ટી બની છે. સમગ્ર વિશ્વમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આંતરરાષ્ટ્રીય નીતિની પ્રશંસા કરાઇ રહી છે. તેઓએ પાકિસ્તાન અને ચીનને વિશ્વના દેશોથી અલગ-અલગ કરી નાખ્યા છે. તો બીજી તરફ ચીનના વિસ્તારવાદ સામે ભારત, જાપાન, અમેરિકા અને ઓસ્ટ્રેલિયા જેવા દેશોની ધરી રચી છે. ઓસ્ટ્રેલિયાના ભારત ખાતેના હાઈ કમિશ્નર બેરી ઓ’ફેરેલ પણ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર તેમની પ્રશંશા કરતા હોય છે

ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલે જણાવ્યું હતું કે, ઓસ્ટ્રેલિયન હાઇ કમિશનના પ્રતિનિધિઓ સાથે તેમણે ભારત અને ઓસ્ટ્રેલિયાના સંબંધો ઉપરાંત, ઓસ્ટ્રેલિયા અને ગુજરાતના સંબંધોની ચર્ચા કરી હતી. આ ઉપરાંત આર્થિક કો-ઓપરેશન અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.

(10:59 am IST)