Gujarati News

Gujarati News

News of Thursday, 26th November 2020

પક્ષપલટુઓને લાલબત્તી:પાટણ જિલ્લા પંચાયતના સભ્ય લવિંગજી સોલંકીને ગુજરાત હાઇકોર્ટે ગેરલાયક ઠેરવ્યા

2017 ની વિધાનસભાની ચૂંટણી વખતે કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયા હતા

પાટણઃ ગુજરાત હાઈકોર્ટે હવે પક્ષ પલ્ટુ નેતાઓ સામે આકરું વલણ દાખવ્યું છે. પાટણના જિલ્લા પંચાયતના સભ્ય લવિંગજી સોલંકી કે, જેઓ 2017 ની વિધાનસભાની ચૂંટણી વખતે કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયા હતા, તેમના પર પક્ષ પલટો કર્યા અંગે પગલાં લેવા માટે હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી હતી.

તેમને પક્ષાંતર ધારા હેઠળ સ્વેચ્છાએ પક્ષના સભ્ય પદ છોડવા ગેરલાયકાત ધારણ કરવાની જોગવાઈ છે, જેને માન્ય રાખતા ગુજરાત હાઇકોર્ટે ચુકાદો આપ્યો છે. ગુજરાત હાઇકોર્ટ દ્વારા પાટણ જિલ્લા પંચાયતના સભ્ય લવિંગજી સોલંકીને ગેરલાયક ઠેરવવામાં આવ્યાં છે.

 

ગુજરાતમાં ચૂંટણી સમયે નેતાઓ પક્ષ પલટાવીને કોઈક ને કોઈક કારણસર બીજા પક્ષમાં જતા રહે છે અને જેના કારણે સામાન્ય લોકોને નુકસાન થાય છે. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આપવામાં આવેલો આ ચૂકાદો પક્ષ પલટો કરનારા નેતાઓ માટે લાલબત્તી સમાન દેખાઈ રહ્યો છે.

(10:18 am IST)
  • મોડી રાત્રે કાશ્મીરના કેટલાક ભાગોમાં ધરતીકંપનો આંચકો અનુભવાયો. વધુ વિગત મેળવાય રહી છે. access_time 1:09 am IST

  • શ્રીનગરમાં આતંકી હુમલો : બે જવાન શહીદ : આતંકવાદીઓએ શ્રીનગરમાં ફરી હુમલો કર્યો છે : આ હુમલામાં બે જવાન શહીદ થયા છે : જયારે એક જવાન ઘાયલ થયા છે access_time 4:04 pm IST

  • દેશમાં કોરોના કેસનો આંકડો 93 લાખને પાર પહોંચ્યો :એક્ટિવ કેસ ફરી વધ્યા : રાત્રે 11 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 42 054 કેસ નોંધાયા:કુલ કેસનો આંકડો 93, 08,751 થયો :એક્ટીવ કેસ 4, 54,323 થયા: વધુ 38,580 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 87,16,556 રિકવર થયા :વધુ 473 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,35, 734 થયો access_time 12:14 am IST