Gujarati News

Gujarati News

News of Tuesday, 26th November 2019

સુરત મ્યુનિ,કમિશનરનું સરપ્રાઈઝ ચેકિંગ: ઘેરહાજર 350 કર્મચારીને નોટિસ: ત્રણને બરતરફ કરી નાખ્યા

કમિશ્નરે વોર્ડનંબર 2માં રાઉન્ડની શરુઆત કરતા જ સપાટો બોલાવી દીધો

સુરત મનપા કમિશ્નર દ્વારા વન ડે વન વોર્ડ કાર્યક્રમની શરૂઆત કરી છે. જેમાં મનપા કમિશ્નર એક દિવસ એક વોર્ડમાં રાઉન્ડ મારશે અને ત્યાં તમામ કામગીરી અને સમસ્યાઓનું નિરિક્ષણ કરે છે. આજે મનપા કમિશ્નરે વોર્ડનંબર 2માં રાઉન્ડની શરુઆત કરી. જેમાં શરૂઆતમાંજ તેમણે સપાટો બોલાવી દીધો હતો.


કમિશ્નર દ્વારા સમય પર ઓફિસમાં હાજર નહી રહેતા 350 જેટલા કર્મચારીઓને નોટીસ આપી હતી. ઉપરાંત 6 કર્મિને ફરજ પરથી બરતરફ ન કરવા તેને નોટીસ આપવામાં આવી હતી. જયારે લાંબા સમયથી મંજુરી વગર ગેરહાજર રહેતા 3 કર્મચારીઓને બરતરફ કરી દીધા હતા.

  સુરત મનાપા કમિશ્નર દ્વારા થોડા સમય પહેલા જાહેરાત કરવામાં આવી હતી. દર સપ્તાહે શહેરના એક વોર્ડની મુલાકાત લેવામાં આવશે. પરંતુ સમય લાંબો લાગી જાય તેમ હોઇ મનપા કમિશ્નરે ચાલુ સપ્તાહમાંજ બીજા વોર્ડમાં પણ વન ડે વન વોર્ડ અંતર્ગત મનપા કમિશ્નર દ્વારા રાઉન્ડ ગોઠવવમાં આવ્યો હતો. જેમાં સૌથી પહેલા વોર્ડ ઓફિસ ખાતે મનપા કમિશ્નર આવી પહોચ્યા હતા. અહીં કામ કરતા કર્મચારીઓની યાદી મંગાવવામાં આવી હતી. જેમાં 350 થી વધારે કર્મચારીઓ સમય પર ઓફિસમાં કામ નહી કરતા હોવાની વાત સામે આવતા મનપા કમિશ્નર દ્વારા તમામને નોટીસ આપવામાં આવી હતી. ઉપરાંત છ કર્મચારીઓ લાંબા સમયથી અને અનિયમીત હોવાને કારણે તેમને બરતરફ કેમ ન કરવા તે બાબતે નોટીસ આપવામાં આવી હતી. ઉપરાંત ત્રણ કર્મચારી જે લાંબા સમયથી ગેરહાજર રહેતા હોવાને કારણે બરતરફ કરવામાં આવ્યા છે.

 
(12:10 am IST)