Gujarati News

Gujarati News

News of Tuesday, 26th November 2019

સુરતમાં દંડ ભરવા બાબતે ટ્રાફિક પોલીસ અને મહિલાઓ વચ્ચે ઘર્ષણ :બે મહિલાની અટકાયત

પીઆઈ સહિતના સ્ટાફને મહિલાઓએ ઝપાઝપી કરીને કાંકરીચાળો કરવા લાગ્યા

સુરતના ચોપાટી પાસે ટ્રાફિક પોઈન્ટ પરથી મોપેડ પર પસાર થતી બે મહિલાઓને અટકાવવામાં આવી હતી જોકે મહિલા દ્વારા હંગામો કરતા પોલીસે મહિલા વિરુદ્ધ કાર્યવાહી કરી હતી.

  આજે પોલીસ ભવન નજીક આવેલી ટ્રાફિક ચોકી નજીક બે મહિલા પોતાની ગાડી પર હેલમેટ વગર જતી હતી, ત્યારે મહિલાઓને પોલીસે અટકાવી હતી.જોકે હેલ્મેટ સિવાય મહિલા પાસે જૂરૂરી દસ્તાવેજો પણ ન મળી આવતાં પોલીસે દંડની કાર્યવાહી હાથ ધરી હતી.   આ દરમિયાન મહિલાઓએ ફોન કરીને પોતાના સંબંધીઓને બોલાવી લઈ પોલીસને ગાળો આપવાની સાથે સાથે જાહેરમાં ઝપાઝપી કરી હતી.

   પીઆઈ સહિતના સ્ટાફને મહિલાઓએ ઝપાઝપી કરીને કાંકરીચાળો કરવા લાગ્યા હતાં. બાદમાં ટ્રાંફિક પોલીસે ઉમરા પોલીસને જાણ કરવામાં આવતાં ડી-સ્ટાફ અને મહિલા સ્ટાફે આવીને મહિલાઓને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવી હતી. અને કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

(11:24 pm IST)