Gujarati News

Gujarati News

News of Tuesday, 26th November 2019

વાપીના વેલુગામના પરિણીત પ્રેમીપંખીડાનો જંગલમાં એક જ દોરીએ ઝાડ પર લટકી આપઘાત: ભારે ચકચાર

દુપટ્ટાથી બાંધીને એકબીજાના આગોસમાં સમાઈને આત્મહત્યા કરી લીધી

સંઘપ્રદેશ દાદરા નગરહવેલીના ખઠાનવેલ નજીકના વેલુ ગામે બે પરિણીત પુરૂષ- મહિલા વચ્ચે પ્રણયફાગ ફુટતા તેને સમાજ નહીં સ્વીકારે તેવા ડરથી સરકારી જંગલમાં હુંભ નામનાં ઝાડ ઉપર એક જ દોરીથી લટકી જઈ બંનેએ ફાસો ખાઈ આપઘાત કરી હતી આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ હતી.

           વેલુગામ નમપાડા ખાતે રહેતા દામુ નમ (ઉ.વ. 38) અને વેલુગામ પટેલપાડા ખાતે રહેતી બેબલા પ્રકાશ બીજ (ઉ.વ.36) ની વેલુ ગામના સરકારી જંગલમાં હુંભ નામના ઝાડ ઉપર એક જ નાયલોનની દોરીએ લટકતી લાશ મળી હતી. બંને એ એકબીજાને દુપટ્ટાથી બાંધીને એકબીજાના આગોસમાં સમાઈને આત્મહત્યા કરી લીધી હોવાનું જણાયું હતુ

           આત્મહત્યા કરનાર દામુ નમ પરણિત હોવાનુ તથા તેને છોકરાઓ પણ હોવાનું તથા બેબલા પ્રકાશ બીજ પણ પરિણીત અને છોકરા પણ હોવાની વિગતો મળી રહી છે. દામુ સેલવાસ ખાતે મજુરી કામ કરતો હતો. જ્યારે બેબલા ભીલોસા કંપનીમાં નોકરી કરતી હતી. આ બંને જણા ગત 24-11-19ના રોજ ઘરેથી નિકળ્યા બાદ પરત ઘરે ન ફરતા તેમની શોધખોળ હાથ ધરાય હતી. મંગળવારે સવારે આ બંનેની લાશ સરકારી જંગલમાં ઝાડ ઉપર મળી આવી હતી. આ મામલે ખાનવેલ પોલીસને જાણ કરતા પોલીસે ઘટના સ્થળે પહોંચી લાશને ઉતારી પીએમ કરાવી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

(9:44 pm IST)