Gujarati News

Gujarati News

News of Tuesday, 26th November 2019

ખેડા જિલ્લાના વિઠ્ઠલપુરા નજીક બે ગમખ્વાર અકસ્માત:2 ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા સારવાર અર્થે ખસેડાયા

ખેડા: તાબે વિઠ્ઠલપુરા ગામમાં રહેતાં આશીષકુમાર રમેશભાઈ સોલંકી ગતરોજ સવારે સાત વાગ્યાના અરસામાં ખેડા જવા માટે ઘરેથી નીકળ્યાં હતાં. તેઓ વિઠ્ઠલપુરા બસસ્ટેન્ડ નજીક ઊભા રહી ખેડા તરફ જતા વાહનની રાહ જોતાં હતાં.

દરમિયાન માર્ગ પરથી પુરપાટ ઝડપે પસાર થતી એક આઈશર નં. જીજે-૦૧, એચટી-૪૧૪૩ના ચાલકે આગળ જતાં વાહનની બેદરકારીપૂર્વક ઓવરટેક કરવા જતાં રોડની સાઈડે ઊભા રહેલાં આશીષભાઈને ટક્કર મારી હતી. આઈશરની ટક્કર વાગવાથી ફંગોળાઈ દૂર જઈ પટકાયાં આશીષકુમારને ગંભીર ઈજાઓ પહોંચતા તેઓને સારવાર માટે સૌપ્રથમ ખેડા અને ત્યારબાદ વધુ સારવાર માટે નડિયાદની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ બનાવ અંગે ઉદેસિંહ વજેસિંહ સોલંકીની ફરિયાદને આધારે ખેડા ટાઉન પોલીસે આઈશરના ચાલક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(6:07 pm IST)