Gujarati News

Gujarati News

News of Tuesday, 26th November 2019

ખેડા નજીક પસાર થતા નેશનલ હાઇવે પર સાંજના સુમારે બે પશુઓને કતલખાને લઇ જનાર શખ્સને ખેડા ટાઉન પોલીસે અટકાવ્યા: કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ

ખેડા: નજીકથી પસાર થતાં નેશનલ હાઈવે નં ૮ પરથી ગતરોજ સાંજના સમયે છોટાહાથી ગાડીમાં ભરી કતલખાને લઈ જવાતાં બે પશુઓને ખેડા ટાઉન પોલીસની ટીમે બચાવી લીધાં હતાં. પોલીસે ગાડીના ચાલકની ધરપકડ કરી તેની તેમજ કતલ માટે પશુઓ મંગાવનાર ઈસમ વિરૂધ્ધ પશુ સંરક્ષણ અધિનિય અંતર્ગત ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ અંગે મળતી માહિતી મુજબ ખેડા ટાઉન પોલીસની ટીમ ગતરોજ સાંજના સમયે ખેડા નજીકથી પસાર થતાં નેશનલ હાઈવે નં ૮ પર આવેલ ઋષી પેટ્રોલપંપ નજીક પેટ્રોલીંગમાં હતાં. ત્યારે માર્ગ પરથી પસાર થતી એક છોટા હાથી ગાડી ન.ં જીજે-૦૭, વાયઝેડ-૫૦૩૦માં પાછળના ભાગે એક કાળા રંગની ભેંસ અને પાડાને દોરડા વડે ક્રુરતાપૂર્વક બાંધી લઈ જવાતાં હતાં. છોટા હાથી ગાડીમાં અબોલ પશુઓને ક્રુરતાપૂર્વક બાંધેલી હાલતમાં જોઈ પોલીસની ટીમે ગાડી રોકી હતી. અને ગાડીના ચાલકની પુછપરછ કરતાં તે મફતભાઈ કાભઈભાઈ ઝાલા (રહે.પ્રાથમિક શાળા પાસે,ખુમરવાડ,તા.ખેડા) હોવાનું જાણવા મળ્યું હતું. અને ગાડીની તલાશી લેતાં તેમાં સાત વર્ષના આશરાની એક ભેંસ કિંમત રૂ.૭૦૦૦ તેમજ ત્રણ વર્ષના આશરાનો એક પાડો કિંમત રૂ.૪૦૦૦ ને દોરડા વડે ગળુ ટુંપાય તે રીતે ક્રુરતાપર્વક બાંધેલા હતાં. તેમજ આ પશુઓ માટે વાહનમાં પાણી તેમજ ઘાસચારાની કોઈ સુવિધા કરી ન હતી. જેથી પોલીસે કડકાઈ દાખવી ગાડીમાં લઈ જવાતાં પશુઓ બાબતે ગાડીના ચાલક મફતભાઈની વધુ પુછપરછ કરતાં આ પશુઓ ખેડા બહારપુરા મસ્જિદ પાછળ રહેતાં સલીમભાઈ હસનભાઈ કુરેશી નામના ઈસમે આ પશુઓ કતલ કરવા માટે મંગાવ્યાં હોવાની કબૂલાત કરી હતી.

(6:06 pm IST)