Gujarati News

Gujarati News

News of Tuesday, 26th November 2019

પાટણ: ખુલ્લા ખેતરમાં ધમધમતા જુગારધામ પર પોલીસના દરોડા: 40 શકુનિઓની રંગે હાથે ધરપકડ

પાટણ: શહેરમાં રહેતા મોદી પરિવારના ૪૦થી વધુ નબીરાઓ જાહેરમાં તીનપત્તી હારજીતનો જુગાર રમતા પોલીસના હાથે રંગાહાથ ઝડપાઈ ગયા છે. બી ડીવીઝન પોલીસ સ્ટેશનના હેડ કોનસ્ટેબલની ફરિયાદના અનુસંધાને પોલીસે રેડ કરી જુગાર રમતા નબીરાઓને રૃપિયા એક લાખ અગિયાર હજારના મુદ્દામાલ સાથે ઝડપી પાડયા હતા.

પાટણ શહેરની સરસ્વતી નદીના પુલ પાસે આવેલ મેલડી માતાના મંદિરની બાજુમાં હિતેશકુમાર હીરાલાલ પટેલના ખુલ્લા ખેતરમાં ગતરોજ રવિવારના દિવસે રજાની મજા માણવા માટે પાટણ શહેરમાં વિવિધ વિસ્તારમાં વસતા મોદી પરિવારના ૪૦થી વધુ નબીરાઓ ખાણીપીણીની સાથે સાથે તીનપત્તી હારજીતનો જુગાર રમી રમતા હતા. ત્યારે પાટણ બીડીવીઝન પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ અલુભાની ફરિયાદના આધારે પોલીસે મેલડી માતાના મંદિરની બાજુમાં આવેલ ખુલ્લા ખેતરમાં ઓચિંતી રેડ કરી જુગાર રમતા મોદી પરિવારના ૨૩ નબીરાઓને ઝડપી પાડયા હતા. દરમિયાન પોલીસે તેઓની પાસેથી રોકડ ૨૩ હજારમોબાઈલ નંગ-૧૯ કિ.રૃ.૮૮ હજાર મળી કુલ રૃ.૧ લાખ ૧૧ હજાર તેમજ જુગારના સાહિત્યનો મુદ્દામાલ કબજે કરી પોલીસે જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

(6:03 pm IST)