Gujarati News

Gujarati News

News of Tuesday, 26th November 2019

સુરત: લેસપટ્ટીનું હેન્ડવર્ક કરનાર જોબવર્કરની 65 લાખની મજૂરી ચૂકવ્યા વગર વેપારી ફરાર થઇ જતા પોલીસ ફરિયાદના આધારે તપાસ હાથ ધરાઈ

સુરત: શહેરમાં ઘરેથી લેસપટ્ટીનું હેન્ડવર્ક કરતાં નાના વરાછાના યુવાન સહિત 12 હેન્ડવર્ક કરનારાઓના મજૂરીના રૃ.64.78 લાખ ચૂકવ્યા વિના પુણાનો વેપારી ચાર માસ અગાઉ મોબાઈલ ફોન અને દુકાન બંધ કરી ફરાર થઇ ગયો હતો. નામ બદલી તેમજ અન્ય વેપારીનો જીએસટી નંબર આપી ઠગાઈ કરનાર વેપારી ઉપરાંત તેની ઓળખાણ આપનાર વેપારી વિરુદ્ધ ભોગ બનેલાઓ પૈકી એકે પુણા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ ભાવનગરના વતની અને સુરતમાં નાના વરાછા ધમા પાર્ક સોસાયટી બી/54 માં રહેતા 33 વર્ષીય ઘનશ્યામભાઈ ભગવાનભાઇ ભાલાળા પોતાના ઘરેથી જ લેસપટ્ટીનું હેન્ડવર્કનું કામ કરે છે. ગત એપ્રિલ માસમાં તેમના મોબાઈલ ફોન ઉપર એક અજાણ્યા વ્યક્તિનો ફોન આવ્યો હતો. પોતાની ઓળખ પુણા ગીતાનગર વિભાગ 1 ઘર નં.55 માં શ્રી ગણેશ ક્રિએશનના નામે લેસપટ્ટીનો વેપાર કરતા અનિલ ચુનીલાલ ચોવટીયા તરીકે આપી તેમના પિતરાઇના પરિચિત વેપારી અમિતભાઇ વિનુભાઈ સુદાણી (રહે. 210ચામુંડા નગરસીતા નગર સોસાયટી પાસેપુણા ગામસુરત. મૂળ રહે. અમરેલી) નો રેફરન્સ આપ્યો હતો.

(6:00 pm IST)