Gujarati News

Gujarati News

News of Tuesday, 26th November 2019

સુરતના પાંડેસરામાં ચાની લારી ચાલવતા યુવાન પર જુના ઝઘડાની અદાવતમાં શાસ્ત્રીનગર ચોકડી નજીક ચપ્પુથી જીવલેણ હુમલો

સુરત: શહેરમાં ચ્હાની લારી ચલાવતા યુવાન અને મિત્ર પર શાસ્ત્રીનગર ચોકડી પાસે ચપ્પુથી હુમલો કરાયો હતો. મોબાઇલ ફોન લૂંટવા આ હુમલો કરાયાની પ્રારંભિક તબક્કે વાત વચ્ચે સલાબતપુરા પોલીસે બે શકમંદની અટકાયત કરી પુછપરછ કરતા હકીકતમાં જુના ઝઘડાની અદાવસમાં આ હુમલો કરાયાનું સ્પષ્ટ થયું હતું.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ ઉત્તરપ્રદેશનો વતની અને સુરતમાં પાંડેસરા ચીકુવાડી બસ સ્ટેન્ડ સામે આવિર્ભાવ સોસાયટીમાં રહેતો અને પિતા સાથે ઉધના બીઆરસી કંપાઉન્ડ લક્ષ્મીનારાયણ ઇન્ડસ્ટ્રીઝમાં ચ્હાની લારી ચલાવતો 19 વર્ષીય સૂરજ દીપુભાઈ નામદેવ કાલે રાતે 9.30 કલાકે મિત્ર આકાશની મોટરસાયકલ લઇ અન્ય મિત્ર સંદીપ કુંજબિહારી પાંડે (રહે.રૃમ નં.10, બાટલીબોય કોલોનીપાંડેસરાસુરત) સાથે સલાબતપુરા રૃપમ સિનેમા નજીક ચારભુજા ટી હાઉસમાં દૂધ પીવા ગયો હતો.

(5:59 pm IST)