Gujarati News

Gujarati News

News of Tuesday, 26th November 2019

મતદાર વેરીફિકેશનમાં ગુજરાતભરમાં ૧૦૦ ટકા કામગીરી પૂર્ણઃ દેશ લેવલે ગુજરાત બીજા નંબરે

દેશના ૭પ કરોડ ૮૯ લાખમાંથી ૬૬ લાખ પ૧ હજાર મતદારોનું વેરીફિકેશન... : કુલ ૪ કરોડ પર લાખ મતદારોમાંથી ૪ કરોડ ૪૩ લાખથી વધુની ચકાસણી : સૌથી નબળી કામગીરી કેરાળા માત્ર ૬.ર૭ ટકા

રાજકોટ તા. ર૬ : રાજકોટ સહિત રાજયભરમાં અને દેશ લેવલે ચૂંટણી પંચનો મતદાર વેરિફીકેશન અંતિમ તબકકામાં છ.ે

રાજકોટ ગુજરાતનું ચીત્ર જોતા-૧૩ નવેમ્બરની દ્રષ્ટિએ ગુજરાતમાં ૧૦પ ટકા કામગીરી પૂર્ણ થઇ ગઇ છે, કલેકટર કચેરીના અધિકારી સૂત્રોના જણાવ્યા મુજબ, દેશ લેવલે આ કામગીરીમાં પોંડીચેરી ફર્સ્ટ નંબરે તો ગુજરાત સેકન્ડ નંબરે છ.ે

ગુજરાતના કુલ૪ કરોડ પર લાખથી વધુ મતદારોમાંથી ૪ કરોડ પ૦ લાખ મતદારોની રીકવેસ્ટ આવી હતી અને તેમાંથી ૪ કરોડ ૪૩ લાખ મતદારોનું વેરીફીકેશન પુર્ણ થયું છે, ૯૯.૬૩ ટકા કામગીરી ૧૩ નવેમ્બર લેવલે હતી, હવે ગુજરાતમાં ૧૦૦ ટકા કામગીરી થઇ ગઇ છે.

અત્રે એ નોંધનીય છે. કે દેશ લેવલે કુલ ૭પ કરોડ ૮૯ લાખ મતદારોમાંથી ૬૬ લાખ પ૧ હજારનું વેરીફેકેશન થયું છે., ૮૯.૩૯ ટકા કામગીરી થઇ છે. દેશમાં ત્રીજા નંબરે ગોઆ, અને ત્યારબાદ બીહાર, તામીલનાડુ, રાજસ્થાન, મધ્યપ્રદેશ આવે છે, સૌથી નબળી કામગીરી કેરાળાની માત્ર ૬.૭ર ટકા હોવાનું જાહેર થયું છે.

(8:44 pm IST)