Gujarati News

Gujarati News

News of Tuesday, 26th November 2019

અમદાવાદ - સુરતમાં ટ્રાફિક અને અકસ્માત નિવારવા કમીટી બનાવાશે

બી.આર.ટી.એસ.ના ક્ષેત્રમાં ખાનગી વાહનો ઘુસે તો ગુન્હો નોંધાશે

રાજકોટ તા.૨૬: ગૃહ રાજ્ય મંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું છે કે, અમદાવાદમાં તાજેતરમાં BRTS  દ્વારા થયેલ અકસ્માતમાં યુવાનોના થયેલ મૃત્યુ સંદર્ભે રાજ્ય સરકાર અત્યંત સંવેદનશીલ છે. અમદાવાદ- સુરતમાં અકસ્માત અને ટ્રાફિક નિયમન માટે એક અલાયદી કમીટીની રચના કરવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે.આજે ગાંધીનગર ખાતે અમદાવાદ શહેરમાં થતાં અકસ્માતો તથા ટ્રાફિક નિયમન માટે મહેસૂલ મંત્રી શ્રી કૌશિકભાઇ પટેલ, મેયર શ્રીમતી બિજલબેન પટેલ સહિત અમદાવાદના ધારાસભ્યો, કોર્પોરટરશ્રીઓ અને પોલીસ તથા વાહન વ્યવહાર વિભાગના ઉચ્ચ અધિકારીઓની ઉચ્ચસ્તરીય બેઠક મળી હતી. ગૃહ રાજ્ય મંત્રી શ્રી જાડેજાએ ઉમેર્યું કે, રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રી શ્રી વિજ્યભાઇ રૂપાણીએ પણ BRTSના અકસ્માતથી મૃત્યુ પામેલ યુવાનો માટે દુઃખની લાગણી વ્યકત કરી છે અને આ માટે નક્કર પ્રયાસો હાથ ધરવા સૂચના આપી છે જેના સંદર્ભે આ બેઠકનું આયોજન કરવામાં આવ્યુ હતું. અમદાવાદ શહેરમાં ટ્રાફિક-નિયમન માટે અમદાવાદ પોલીસ કમિશનરના અધ્યક્ષે તથા મ્યુનિસિપલ કમિશનરના ઉપાધ્યક્ષ પદે કમીટીની રચના કરાશે. જેમાં ટ્રાન્સપોર્ટ કમિશનર, સીટી એન્જીનીયર, જોઇન્ટ પોલીસ કમિશનર (ટ્રાફિક) સભ્યો તરીકે રહેશે. આ કમીટી દર પંદર દિવસે મળશે અને તે મુજબની કામગીરી કરશે.

 અમદાવાદ શહેરમાં ટ્રાફિકનું ભારણ ઘટે અને BRTS દ્વારા અકસ્માત ન થાય તે માટે પૂરતું ધ્યાન કેન્દ્રિત કરાશે. BRTS કોરીડોરને CCTVથૌ વધુ સસજ્જ કરાશે. BRTS ટ્રેક પર ખાનગી વહનો જે ઘુસી જાય છે એ સંદર્ભે પણ કોગ્નીઝેબલ ગુનો ગણીને દંડનીય કાર્યવાહી કરાશે અને ધરપકડ પણ કરવામાં આવશે. BRTSના ખાનગી સંચાલકો દ્વારા વર્કલોડના કારણે ડ્રાઇવરોને નિિ્શ્ચત સમયમાં પહોંચવાનું હોય છે જેના કારણે ગતિ વધુ હોય છે. તેમ છતાંય બસોની ગતિ મર્યાદ બાંધી દેવાઇ છે તેનો સુરતમાં પણ આગામી સમયમાં અમલ કરાશે.મહેસૂલ મંત્રી શ્રી કૌશિકભાઇ પટેલે જણાવ્યું છે કે. BRTS દ્વારા થતા અકસ્માતો સંદર્ભે રાજ્ય સરકાર સંપુર્ણ સંવેદનાથી કામ કરે છે. કોઇપણ વ્યકતેને મહામૂલી જિંદગી ગુમાવવી ન પડે તે માટે ટ્રાફિક નિયમનની વ્યવસ્થાઓ છે. તેને વધુ સુદ્રઢ બનાવીને આ મટે કાયમી વ્યવસ્થાઓ ઉભી થાય તે માટે જરૂરી સૂચનો કરવામાં આવ્યા છે.

 તેમણે ઉમેર્યું  કે શહેરમાં ટ્રાફિકનું નિયમન પદ્ધતિસરનુું થાય તે માટે પણ સઘન આયોજન કરવું જોઇએ તથા નવા વિકાસના કામો હાથ ધરવામાં આવે ત્યારે ટ્રાફિકને અડચણ ન થાય તે મુજબના આયોજન કરવા પણ તેમણે ભારપૂર્વક જણવ્યુ હતું.

આ બેઠકમાં શહેરના ધારાસભ્યો, મ્યુનિસિપાલિટીના પદાધિકારીઓએ BRTS કોરિડોરમાં સુધારાઓ. ટ્રાફિક નિયમન કરવ માટે તથા ટ્રાફિકની સમસ્યાઓનું સત્વરે નિરાકરણ કરવ માટે જરૂરી સૂચનો કર્ર્યા હતા. એ સંદર્ભે અધિકારીઓએ પણ તેનું સત્વરે નિરાકરણ લાવવા તત્પરતા દર્શવી હતી.

આ બેઠકમાં અમદાવાદ શહેરના ધારાસભ્યો. સહિત ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી સંગીતા સિંધ. ટ્રાન્સપોર્ટ વિભાગના ગૃહ સચિવ શ્રી સુનયના તોમર, રાજ્યના પોલીસ વડા શ્રી શિવાનંદ ઝા. અમદાવાદ પોલીસ કમિશનર શ્રી આરોષ ભાટિયા, અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર શ્રી વિજ્ય નેહરા, વાહન વ્યવહાર કમિશનર શ્રી રાજેશ માંજૂ સહિત પોલીસ અને વાહન વ્યવહાર વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(3:33 pm IST)