Gujarati News

Gujarati News

News of Tuesday, 26th November 2019

જીટીયુના કુલપતિ ડો. નવીન શેઠનો હર્બલ સાયન્સનો પ્રતિષ્ઠીત ડો. કે. એમ. પરીખ એવોર્ડ માટે પસંદગી

રાજકોટ તા. ર૬: ફાર્મસી ક્ષેત્રે વિશિષ્ટ પ્રદાન આપનાર ડો. કૃષ્ણકાંત પરીખની સ્મૃતિમાં પારંપરિક એશિયાઇ સ્વાસ્થ્ય પરિષદ, ભારત દ્વારા આયુર્વેદિક/હર્બલ ફાર્માસ્િટિકસના વિકાસમાં ફાળો આપવા બદલ પ્રતિ વર્ષ ડો. કે. એમ. પરીખ મેમોરિઅલ એવોર્ડ આપવામાં આવે છે. તદાનુસાર વર્ષ ર૦ર૦ના આ એવોર્ડ માટે ગુજરાત ટેકનોલોજિકલ યુનિવર્સિટીના કુલપતિ ડો. (પ્રા.) નવીન શેઠની પસંદગી કરવામાં આવી છે એ સમગ્ર ગુજરાત અને શૈક્ષણિક સંસ્થાઓ માટે ગૌરવની બાબત છે.

કુલપતિ નવીન શેઠે આ એવોર્ડ બાબતે પ્રતિભાવ રૂપે જણાવ્યું કે 'હવે માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં આયુર્વેદિક ઔષધો દિન પ્રતિદિન વધુને વધુ પ્રમાણમાં લોકપ્રિય બની રહ્યા છે અને આગામી સમયમાં તેનો વપરાશ રોજબરોજની દૈનિક ક્રિયામાં સ્વાસ્થ્યની અગમચેતી રૂપે કરવામાં આવશે એવોર્ડથી મારામાં રહેલા ફાર્માસિટિકસ સંશોધકને એક નવી દિશા મળી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ડો. નવીન શેઠ ડિસેમ્બર ર૦૧૬ થી જીટીયુના કુલપતિપદે છે અને એમના કુલપતિ કાર્યકાળ દરમિયાન જીટીયુ અભ્યાસ ઉપરાંત સંશોધન, ઇનોવેશન તેમજ ઇન્ફ્રાસ્ટ્રકચર એમ અનેક એવોર્ડ મળ્યા છે તેમાં ખાસ ઇન્ડીયન સોસાયટી ઓફ ફાર્માકોગ્નોક્ષી તરફથી લાઇફ એન્ડ એચીવમેન્ટ એવોર્ડ મળ્યો છે શેઠ હર્બલ તથા ટ્રેડશીનલ ડ્રગ ઉપરના સંશોધન પત્રો બર્લિન (જર્મની) સેનેજન (ચીન) અને સીડની (ઓસ્ટ્રેલીયા) માં રજૂ કર્યા છે. તેઓ હાલ ફાર્મસી એઆઇસીટીઆઇ બોર્ડના ચેરમેન છે.

(3:20 pm IST)