Gujarati News

Gujarati News

News of Tuesday, 26th November 2019

SGVP ગુરુકુલના અધ્યક્ષ સ્વામી માધવપ્રિયદાસજીને ગુજરાતી ગૌરવ એવોર્ડની સન્માનીત કરાયા

સુપ્રસિદ્ધ સામાજિક સંસ્થા બૃહદ મુંબઈ ગુજરાતી સમાજ દ્વારા અનેક યશસ્વી વ્યક્તિઓનું ૨૩ નવેમ્બરે મુંબઈ દાદર ખાતે યોગી સભાગૃહમાં એવોર્ડસ્‌ આપી સન્માન કરવામાં આવ્યું.

આ પ્રસંગે શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ્‌ SGVP અમદાવાદના અધ્યક્ષ સ્વામી માધવપ્રિયદાસજીને “ગુજરાતી ગૌરવ એવોર્ડ'થી સન્માનીત કરાયા.

આ પ્રસંગે સમાજ, શિક્ષણ અને સેવાને સમર્પિત સ્વામીજીના સમપણની સુગંધ ગુજરાતની સરહદો ઓળંગી વૈશ્વિક કક્ષાએ પહોચી છે તેની પ્રતીતિ થઈ.

સંસ્થાના પ્રતિનિધિ SGVP ના એક્જીક્યુટીવ ડાયરેક્ટર શ્રી જયદેવભાઈ સોનગરા, પાર્ષદ શ્રી કનુભગત તથા પાષદ શ્રી શામજીભગતે સ્વામીજી વતી આ એવોડ સ્વીકાર્યો હતો.

આ પ્રસંગે સમસ્ત SGVP ગુરુકુલ પરિવાર ગૌરવની લાગણી અનુભવે છે.

પત્ર દ્વારા સન્માનનો પ્રત્યુત્તર પાઠવતા સ્વામીજીએ જણાવ્યું હતું કે, આપણે મા અને માતૃભૂમિના ત્રકણમાંથી ક્ચારેય મુક્ત થઈ શકતા નથી. આપણે ગુર્જરધરાના સંતાન છીએ. એની સેવા કરવા મળે એ આપણા સદ્ભાગ્ય છે.

આ સન્માન હું આધુનિક યુગમાં ગુરુકુલ પરંપરાના સંસ્થાપક પૂજ્ય ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ શ્રી ધર્મજીવનદાસજી સ્વામીનાં ચરણોમાં અર્પણ કરી ભારમુક્ત થાઉ છું. આ એવોર્ડનો સર્વ યશ ગુરુકુલના નાનામાં નાનાં સેવકોને ફાળે જાય છે.

(12:34 pm IST)
  • પાડોશી દેશમાં સત્તા પલટનો તખ્તો તૈયાર થઈ રહયો છે? : પાકિસ્‍તાનના આર્મી ચીફ બાજવાના એકસટેન્શન ઉપર સુપ્રિમની રોક : નોટીફીકેશન ફગાવ્યું access_time 12:13 pm IST

  • શું નરેન્દ્રભાઈને શપથવિધિમાં નિમંત્રણ આપશો ? : જવાબમાં શિવસેનાના સંજય રાઉતે કહ્યું કે અમે મોદીજીને જ નહીં બધાને નિમંત્રણ આપશું,અમે અમિત શાહજીને પણ બોલાવશું access_time 10:28 pm IST

  • ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે હું દિલ્હી જઈશ,અને મોટાભાઈ ( નરેન્દ્રભાઈ ) ને મળીશ, તેમ ન્યુઝફર્સ્ટનો અહેવાલ જણાવે છે access_time 8:52 pm IST