Gujarati News

Gujarati News

News of Tuesday, 26th November 2019

પોલીસ વિરુદ્ધ વાલીઓની હાઇકોર્ટમાં અરજી : બાળકોને નિત્યાનંદની અશ્લિલ ક્લીપ દેખાડ્યાનો લગાવ્યો આરોપ

આશ્રમમાં રહેતા 6 બાળકોના વાલીઓએ પોલીસ સામે જ મોરચો ખોલી દીધો

અમદાવાદના હાથીજણમાં DPS સ્કૂલ કેમ્પસમાં આવેલા સ્વામી નિત્યાનંદના આશ્રમનો વિવાદ ઉગ્ર બની રહ્યો છે, અહી બાળકો અને યુવતીઓને ગોંધી રાખવાના આરોપ પછી પોલીસે ધામા નાખ્યાં છે, હવે આ કેસમાં નવો વળાંક આવ્યો છે. અહી રહેતા 6 બાળકોના વાલીઓએ પોલીસ સામે જ મોરચો ખોલી દીધો છે, તેમને હાઇકોર્ટમાં અરજી કરી છે કે તપાસના નામે પોલીસ તેમના બાળકોને હેરાન કરે છે, તેમને સ્વામી નિત્યાનંદની જૂની અશ્લિલ ક્લીપ પણ બતાવવામાં આવી હોવાના આરોપ લગાવાયા છે, માનસિક ત્રાસ આપીને કોરા કાગળ પર બાળકોની સહી લેવામાં આવી હોવાનો પણ અરજીમાં ઉલ્લેખ કરાય છે, પુરાવા એકત્ર કરવાના નામે પોલીસે બાળકોને ત્રાસ આપ્યાંના આરોપ લાગ્યા છે.

(12:24 pm IST)