Gujarati News

Gujarati News

News of Tuesday, 26th November 2019

ગુજરાતે ઇ-મેમા થકી વસુલ્યા રૂ. ૧૦૧ કરોડ

ગુજરાતે ઇ-મેમાદેશમાં સૌથી વધુ ટ્રાફિકનો દંડ વસુલવામાં યુપી નં.૧: બીજા ક્રમે રહ્યું ગુજરાત થકી વસુલ્યા રૂ. ૧૦૧ કરોડ

નવી દિલ્હી, તા.૨૬: મોટર વેહીકલ એકટ(સુધારો) ૨૦૧૯દ્ગક્ન લાગુ થયા બાદ રાજય સરકારે ભેલ તેમાં રહેલી દંડની રકમમાં લોકોને દ્યણી રાહત આપી હોય તેમ છતા નવા ટ્રાફિક કાયદાના લાગુ થયા બાદ દેશમાં સૌથી વધુ દંડની રકમ વસૂલ કરવામાં ગુજરાત બીજા નંબરે આવ્યું છે. કેન્દ્રિય વાહનવ્યવહાર વિભાગના ડેટા મુજબ નવા ટ્રાફિક રુલ લાગુ થયા બાદ ટ્રાફિક નિયમોના ભંગ બદલ કરવામાં આવતા દંડની રકમની દ્રષ્ટીએ ઉત્ત્।રપ્રદેશમાં સૌથી વધુ રૂ.૨૦૧ કરોડ અને ત્યારબાદ ગુજરાત બીજા નંબરે રૂ.૧૦૧ કરોડ વસૂલ્યા છે.

આ રકમ જુદા જુદા દંડ માટે ઈશ્યુ કરવામાં આવેલ ઈ-મેમો દ્વારા વસુલવામાં આવી છે. અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા આપવામાં આવેલ ડેટા મુજબ ગુજરાતના રુ.૧૦૧ કરોડ પૈકી રુ. ૨૭ કરોડ એકલા અમદાવાદમાં નવા કાયદાના અમલ બાદ વસૂલવામાં આવ્યા છે.

ટ્રાફિક પોલીસના ડીસીપી તેજસ પટેલે જણાવ્યું કે, 'અમદાવાદમાં ઈ-મેમોની સિસ્ટમ તો દ્યણા સમય પહેલાથી શરુ કરવામાં આવી હતી જેથી લોકો પહેલાથી જ ટ્રાફિક નિયમો પ્રત્યે જાગૃત બન્યા છે. જોકે નવા ટ્રાફિક નિયમ લાગુ પડ્યા બાદ ઈ મેમો ભરનારા લોકોની સંખ્યામાં વધારો થયો છે. પહેલા માત્ર ૮% લોકો ઈ-મેમો ભરતા હતા જે હવે ૨૭% લોકો ઈ-મેમો ભરે છે. અમારું લક્ષ્ય આ આંકડાને ૭૦% સુધી લઈ જવાનું છે.'

તેમણે ટ્રાફિક નિયમોના પાલન માટે વધારવામાં આવેલ દંડની રકમને યોગ્ય ગણાવી હતી. અમે ઈ-મેમો આપવા સાથે એ બાબતને પણ ચોક્કસ કરી રહ્યા છે કે લોકો તેમને કરવામાં આવેલ દંડની રકમને ભરે. આ માટે અમે તેમના ઘરે પણ નોટિસ પાઠવી રહ્યા છીએ અને તેમને દંડ ભરવાનું યાદ અપાવી રહ્યા છે. તેમજ અમે ઓનલાઈન અને ઓફલાઈન પેમેન્ટ માટે જુદા જુદા ઓપ્શન આપ્યા છે. તેમજ શહેરના જુદા જુદા વિસ્તારોમાં અમારી ટીમ પણ સ્થળ પર હાજર રહીને દંડની રકમ વસૂલ કરે છે.

(11:55 am IST)