Gujarati News

Gujarati News

News of Tuesday, 26th November 2019

લબ્ધિનિધાન જૈન શ્વે. મૂ. સંઘ-અમદાવાદ ખાતે પૂજન

અમદાવાદઃ મંદીરો, સંતો અને સંસ્કૃતિ એ આપણો વારસો છે. જે જિનાલયમાં આબુ-દેલવાડાના સ્થંભો છે, કંભારીયાજીની છત છે, તારંગાજી તીર્થના શિખરોનો વૈભવ જોવા મળે છે તેવા જિનાલયમાં બીજા દિવસે દિશ દિકપાલ પૂજન, સોળ વિધાદેવી પૂજન, ભૈરવ પૂજન, નવગ્રહ પૂજન, અષ્ટમંગલ પૂજન, લદ્યુ સિધ્ધચક્ર પૂજન અને લછુ વીશ સ્થાનક પૂજન આદિ પૂજન વિધિ કરવામાં આવ્યા હતા. ઉત્કૃષ્ટ દ્રવ્યો અને ઉત્ત્।સ પ્રકારના આલંબનો સાથે સાથે નવા જ સ્થપાયેલા સંદ્યના સૌ સભ્યોનો ઉમંગ પ્રતિદિન વૃધ્ધિ પામતો જોવા મળ્યો છે. બહારગામથી પધારી રહેલા શ્રેષ્ઠીવર્યોની ભકિત પણ ઉત્ત્।મ પ્રકારે કરવામાં આવી રહી છે. હિન્દુ ધર્મની પ્રતિષ્ઠામાં પણ માનવજીવન પર અસર કરનાર ગ્રહોનું પૂજન કરવામાં આવે છે. પ્રતિષ્ઠાના આ કાર્યમાં ગ્રહો બળ પૂરનારા અને વિધ્નોનો નાશ કરનારા થાય છે.   યુવાહદયસમ્રાટ આચાર્યદેવ શ્રી હેમરત્નસૂરીશ્વરજી મહારાજાના શિષ્ય ૫.પૂ.મુનિરાજ શ્રી હદયરત્નવિજયજી મહારાજે ભગવતી સૂત્રના યોગમાં પ્રવેશ કર્યો. તેઓને નજીકના સમયમાં પંન્યાસ પદવી એનાયત થશે. સવારે નવકારશી, બપોરે તથા સાંજે ત્રણેય ટાઈમ સાધર્મિક ભકિતનો લાભ લેવામાં આવે છે. રાત્રી ભકિતભાવનામાં સૌ કોઈ પરમાત્મા ભકિતમાં તરબોળ થઈ  ગયેલ. (તસ્વીર : કેતન ખત્રી, અમદાવાદ)

(11:55 am IST)