Gujarati News

Gujarati News

News of Tuesday, 26th November 2019

ગુજરાત સરકારના મંત્રી સૌરભ પટેલની ખાસ ઉપસ્થિતિ

ગુજરાત આયર્ન એન્ડ સ્ટીલ ફેડરેશન દ્વારા યોજાયું સ્નેહમિલન

અમદાવાદ, તા.૨૬: ગુજરાત આયર્ન એન્ડ સ્ટીલ ફેડરેશન અને તેની સાથે જોડાએલા તમામ સભ્યો પરીવારની ભાવના સાથે રહેવાનો અને સાથે મળી કામ કરવાનો કન્સેપ્ટ પહેલાથી જ છે. જે હેતુથી આ ફેડરેશન દ્વારા અવાર નવાર સ્નેહ મિલન કાર્યક્રમો થતા હોય છે.

 

જયાં આ ફેડરેશન સાથે જોડાએલા તમામ લોકો એક જ પ્લેટફોર્મ પર મળે છે. આ વખતે પણ પરીવારની જેમ તેમનું સ્નેહ મિલન કલબ ઓ સેવન, શેલા સાઉથ બોપલ અમદાવાદ ખાતે યોજવામાં આવ્યું હતું. આખો પ્રોગ્રામ જર્મન ટીએમટીના તરફથી આયોજીત કરાયો છે જેમાં બધાને જર્મન ટીએમટી તરફથી આમંત્રણ અપાયું હતું. તારીખ ૨૪ નવેમ્બર રવિવારના રોજ યોજાએલા આ પ્રોગ્રામમાં આનંદ અને ઉત્સાહ જોવા મળ્યો હતો.

આ પ્રસંગે મુખ્યરૂપે જયેશ પી શાહ (પ્રમુખ), ઉત્પલ એમ પટેલ (ઉપપ્રમુખ), સુનીલભાઈ પુગલીયા (સહ મંત્રી), આસીત એલ શાહ (ઉપપ્રમુખ), જગદીશ ટી પટેલ (માનદ મંત્રી), દેવેન્દ્ર જે ચૌધરી (ખજાનચી) સહીતના મહાનુભાવોએ પણ હાજરી આપી હતી.

જયાં તેમની સાથે સાથે સૌ કોઈએ મળીને એક બીજાના અનુભવો શેર કર્યા હતા અને પરસ્પરની ભાવનાને વ્યકત કરી હતી તેમજ આ ફેડરેશનના આગામી સમયના હિતોને લઈને નવી સ્ટ્રેટેજી પણ બનાવી હતી.

જર્મન ટીએમટીના તરફથી યોજાયેલા આ પ્રોગ્રામમાં ગુજરાત રાજયના મંત્રી શ્રી સૌરભભાઈ પટેલ વિશેષ રૂપે હાજર રહ્યા હતા જેમને કચ્છને ધ્યાનમાં રાખી જાહેરાત કરી હતી જેમાં એક ગુજરાતીને ૨૫ વર્ષ સુધી જમીનનું વળતર મળે જેથી કરીને એક નવો પાવર ઊભો થાય તેમાં પણ કે બેંક જે વ્યાજ દર આપે તેના કરતા વધુ વ્યાજ મળે તેવો પ્રોજેકટ બેંક, જમીનદાર અને ગુજરાત સરકારની સહમતિથી થાય તેવી જાહેરાત કરી હતી. આ પ્રોજેકટ ના કારણે વીજળીનો મોટો લાભ મળશે જેથી વિકાસમાં ગતી થશે. જે ગુજરાત અને કચ્છ માટે દ્યણું ઉપયોગી રહેશે

(11:54 am IST)