Gujarati News

Gujarati News

News of Tuesday, 26th November 2019

અમદાવાદમાં બીઆરટીએસની બેફામગીરી યથાવત ડ્રાયવરે કારને અડફેટે લેતા ડિવાઈડર પર ચઢી ગઈ

મોડી સાંજે શહેરના દુધેશ્વર બ્રીજ પર અકસ્માત

 

અમદાવાદમાં બીઆરટીએસ બસોના અકસ્માતની વણઝાર હજુ બંધ થઈ નથી.આજે  મોડી સાંજે શહેરના દુધેશ્વર બ્રીજ પર બીઆરટીએસ બસના ડ્રાયવરે એક કારને અડફેટે લીધી હતી બસે કારને અડફેટે લેતા કાર ડિવાઈડર પર ચઢીને પલટી ગઈ હતી અકસ્માતની જાણ થતા પોલીસ કાફલો તાત્કાલીક ઘટના સ્થળે પહોંચ્યો હતો. અને કાર્યવાહી કરી હતી. કાર માલિક રામ હેમનાની જૂનાવાડજમાં સરોબજી કમ્પાઉન્ડમાં રહેતો હોવાનું જાણવા મળ્યું છે. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી.

(9:10 am IST)