Gujarati News

Gujarati News

News of Tuesday, 26th November 2019

આંતર રાજ્ય લકઝરીયસ કારની ચોરી કરતી ગેંગનો પર્દાફાશ :વલસાડ એલસીબીએ બે સાગરીતો ઝડપ્યા

ચોરીની 9 લક્ઝુરિયસ કાર કબજે : અન્ય ચોરીના ભેદ ઉકેલાવવાની શકયતા

વલસાડ એલ.સી.બી.એ આંતરરાજ્ય લક્ઝુરિયસ કાર ચોરી કરતી ગેંગનો પર્દાફાશ કર્યો છે. એલસીબીએ ચોરીની 9 લક્ઝુરિયસ કાર કબજે કરીને ગેંગના બે સાગરીતોની ધરપકડ કરી છે..આરોપીઓ મહારાષ્ટ્રમાંથી લક્ઝુરિયસ કારની ચોરી કરતા હતા. ત્યારબાદ કારના નંબરો. એન્જિન અને ચેચીસ નંબર બદલીને કાર વેચી મારતા હતા. તપાસમાં હજુ પણ કાર ચોરીના અનેક ગુનાઓના ભેદ ઉકેલાવાની શક્યતા છે.

(10:12 pm IST)