Gujarati News

Gujarati News

News of Monday, 26th November 2018

ગાંધીનગર ખાતેના ઇન્દ્રોડા પાર્કમાં આવતીકાલ 27 નવે.ના રોજ સિહંઘર ખુલ્લું મુકાશે

 ગાંધીનગર : પ્રકૃતિપ્રેમીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની ચૂકેલા ગાંધીનગરના ઇન્દ્રોડા પાર્કમાં  એક ઓર આકર્ષણ ઉમેરાશે.જે મુજબ આ પાર્કમાં સિહંઘર ખુલ્લું મુકવામાં આવનાર છે. આ સિંહઘરને ૨૭મી નવેમ્બર મંગળવારના રોજ બપોરે ૧૨.૦૦ વાગ્યે વનમંત્રી ગણપતસિંહ વસાવાના હસ્તે ખુલ્લુ મુકાશે. આ દરમિયાન રાજ્ય વનમંત્રી રમણભાઇ પાટકર પણ ખાસ હાજરી આપશે. વન્યપ્રાણીઓને લગતા સાહિત્યનું પણ અત્યારે યુવા પેઢીમાં આકર્ષણ હોય છે ત્યારે આવી વસ્તુઓના વેચાણ માટે સોવેનિયર શોપ પણ તૈયાર થઈ રહી છે જેનું પણ મંત્રીશ્રીના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે હાલમાં પ્રકૃતિ ઉદ્યાનમાં અંદાજે પ્રતિ વર્ષ છ લાખ જેટલા મુલાકાતીઓ આવે છે. ઇન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાન, ગાંધીનગર છેલ્લા ઘણાં વર્ષોથી એક આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. ગીર ફાઉન્ડેશન દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી વન્યપ્રાણીઓને લગતું સાહિત્ય જેવું કે, મેગેઝીનો, પુસ્તકો, સંશોધનપત્રો, નકશાઓ, વન્યપ્રાણીઓને લગતી ફીલ્મોની સી.ડી./ ડી.વી.ડી. વગેરેનું વેંચાણ થઈ રહ્યું છે. તેમજ સાસણ ગીર ખાતે વેચાતી આ ચીજ-વસ્તુઓ (સોવેનિયર) કે જેમાં માહિતી પુસ્તિકાઓ, ટી-શર્ટ, જેકેટ, કેપ, કીચેઇન કે જેમાં વન્યપ્રાણીઓનો લોગો પણ છાપેલ હોય તેવી વસ્તુઓનું યુવા પેઢીમાં ખાસ આકર્ષણ હોય છે.

(6:23 pm IST)