Gujarati News

Gujarati News

News of Monday, 26th November 2018

અમદાવાદમાં મેમો બનાવનારને પોલીસ કોન્સ્ટેબએ ના કહેતા ઢોરમાર માર્યો

અમદાવાદ:શહેરમાં બનેલા બે અલગ અલગ બનાવમાં શાહીબાગમાં મેમો બનાવવાની કામગીરી કરી રહેલી પોલીસનો વિડીયો ઉતારનારા શખ્સને પોલીસે ના પાડતા તેણે કોન્સ્ટેબલને મારઝુડ કરી હતી. જ્યારે અસારવામાં મકાનની આકારણી કરવા ગયેલા મ્યુનિસિપલ કોર્પોરેશનના ક્લાર્કને બિભત્સ ગાળો આપીને જાનથી મારી નાંખવાની ધમકી આપવામાં આવી હતી.

અસારવામાં મકાનની આકારણી કરવા ગયેલા કોર્પોરેશનના ક્લાર્કનો ચોપડો ઝુટવી જાનથી મારવાની ધમકી

પ્રથમ બનાવની વિગત મુજબ શાહીબાગ એ ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહિલા કોન્સ્ટેબલ જ્યોત્સનાબહેન કચરાજી, પોલીસ કોન્સ્ટેબલ  સહદેવસિંહ જોરસંગભાઈ તથા અન્ય સ્ટાફ ૨૪ નવેમ્બરના રોજ શાહીબાગમાં ઘેવર સર્કલ નજીક ટ્રાફિકના મેમો બનાવવાની કામગીરી કરી રહ્યા હતા.

(4:31 pm IST)