Gujarati News

Gujarati News

News of Monday, 26th November 2018

કેટનુ પેપર એકંદરે સરળ : ઉમેદવારોને રાહત :કટ ઓફ ઊંચો જાય તેવી શકયતા

અમદાવાદ :દેશની વિવિધ આઈઆઈએએમ(ઈન્ડિયન ઈન્સ્ટિટયુટ ઓફ મેનેજમેન્ટ) અને ટોપ બિઝનેસ સ્કૂલોમાં પ્રવેશ માટે આજે દેશભરમાં કેટ (કોમન એડમિશન ટેસ્ટ) લેવાઈ હતી. જેમાં બંને સેશનના પેપરો એકંદરે મધ્યમથી સરળ સ્તરના રહેતા ઉમેદવારોએ રાહત અનુભવી હતી. જો કે પેપરો સરળ રહેતા કટ ઓફ ઊંચો જાય તેવી શક્યતા છે.

  આઈઆઈએમ કોલકતા દ્વારા આ વર્ષે કેટ લેવાઈ હતી અને દેશના ૧૪૭ શહેરોમાં પરીક્ષા લેવાઈ હતી. જેમાં ગુજરાતમાં અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, આણંદ અને ગાંધીનગર સહિતના શહેરોમાં લેવાઈ હતી. પ્રથમ સેશનમાં સવારે ૯થી૧૨ અને બપોરના સેશનમાં બપોરે ૨થીપ એમ બે સેશનમાં પરીક્ષા લેવાઈ હતી.

 

(3:13 pm IST)