Gujarati News

Gujarati News

News of Tuesday, 26th October 2021

વિરમગામ તાલુકા ભાજપના વિવિધ મોરચાઓના હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી

બક્ષીપંચ મોરચા, યુવા મોરચા, લઘુમતિ મોરચા, મહિલા મોરચા, આદિજાતિ મોરચા, અનુસૂચિત જાતિ મોરચા, કિસાન મોરચાના હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી

(વંદના નીલકંઠ વાસુકિયા) વિરમગામ : અમદાવાદ જિલ્લા ભાજપ પ્રમુખ હર્ષદગીરી ગોસ્વામીની સુચના અને માર્ગદર્શન મુજબ મંડલ સંકલન સાથે ચર્ચા કરી વિરમગામ તાલુકા ભાજપ પ્રમુખ કિરીટસિંહ ગોહીલ દ્વારા વિરમગામ તાલુકા  ભાજપના બક્ષીપંચ મોરચા, યુવા મોરચા, લઘુમતિ મોરચા, મહિલા મોરચા, આદિજાતિ મોરચા, અનુસૂચિત જાતિ મોરચા અને કિસાન મોરચાના હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી છે. વિરમગામ તાલુકા ભાજપના વિવિધ મોરચાઓના નવનિયુક્ત હોદ્દેદારોને અનેક લોકો દ્વારા શુભકામનાઓ પાઠવવામાં આવી રહી છે.

  વિરમગામ તાલુકા ભાજપ પ્રમુખ કિરીટસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, વિરમગામ તાલુકાના યુવા મોરચા, બક્ષીપંચ મોરચા. કિશાન મોરચો. મહિલા મોરચો,  કિશાન મોરચો, અનુસૂચિતજાતી મોરચો, લઘુમતી મોરચો અને આદિજાતિ મોરચાના નવ નિયુકત તમામ હોદેદારો ને હાર્દિક અભિનંદન અને સૌ સાથે મળી વિરમગામ તાલુકા ભાજપ ને નવી ઉંચાઈ પર લઇ જઈએ.

(7:12 pm IST)