Gujarati News

Gujarati News

News of Tuesday, 26th October 2021

ખેડામાં સફાઈ મામલે પાલિકા સહીત વેપારીઓ આમનેસામને આવ્યા

ખેડા : ખેડા શહેરમાં આજે  સફાઇ અને સહકાર બાબતે પાલિકા અને વેપારીઓ વચ્ચેની હુંસાતુસી માં બજારમાં સફાઇ કરાઇ ન હતી. પરિણામે તમામ વહેપારી સંકુલ વિસ્તારોમાં રોડ વચ્ચે ઠેર-ઠેર કચરા ના ઢગલા જોવા મળ્યા હતા. શહેરના નાગરિકોને ગંદકી માંથી અવરજવર કરવાની ફરજ પડી હતી.

ખેડા શહેરમાં વેપારીઅને પાલિકા વચ્ચે ના અણ બનાવના કારણે આજે શહેરના મોટાભાગના વિસ્તારોમાં કચરા ના ઢગ જોવા મળ્યા હતા.જેમાં શહેરના બસસ્ટેન્ડ ચોકડી, સરદાર ચોક શાક માર્કેટ, રાજા શોપિંગ,માર્કેટ યાર્ડ શોપિંગ, છાત્રાલય શોપિંગ, સરદાર ચોક સહિત તમામ જાહેર રોડ ઉપર કાગળ પ્લાસ્ટિક અન ેકુડા કચરા વચ્ચે થી શહેર ના નાગરિકો બહારગામ થી ખરીદી કરવા માટે આવતા મૂસાફરો અને તાલુકા કચેરીમાં કામ માટે  આવતા અરજદારોને ગંદકીમાંથી અવરજવર કરવી પડી હતી.

આ બાબતે મળતી માહિતી અનુસાર પાલિકા દ્વારા સ્વચ્છતા ના આગ્રહ થી સવારે સફાઇ કર્મચારીઓ  દ્વારા  સફાઇ કરાવ્યા પછી જે  તે દુકાનો આગળ કચરો ફેકેલો દેખાય તેને દંડ ફટકારવામાં આવે છે. જેનો વેપારીઓ દ્વારા વિરોધ કરી દંડ નહી ભરવાનુ વલણ રાખતા હોય છે. પાલિકા દ્વારા વેપારીઓને પાઠ ભણાવવા વેપારીઓને સ્વચ્છતા બાબતે  સહકાર નહી મળે તો આવી ગંદકી તેમની દુકાનો સામે  જ રહેશે તેવો દાખલો બેસાડવા આજે  સવારે બજારોમાં સફાઇ કામ બંધ રખાવ્યુ હતુ. જેના કારણે  આખા વ્યાપારી વિસ્તારોમા ઉકરડા જેવા વરવા દ્રશ્યો જોવા મળ્યા હતા.  આ અંગે સ્થાનિક નાગરિકોના જણાવ્યા પ્રમાણે અનેક વેપારીઓ પણ બજારના રસ્તાઓ સફાઇ થઇ ગયા પછી રોડ વચ્ચે  કચરાના ઢગલા નાખી દેતા હોય છે , માટે  બજારોમા ંસી. સી. ટી. વી કેમેરા ગોઠવી ને ગંદકી  ફેલાવતા વેપારીઓને દંડવા માં આવે તો અન્ય નિર્દોષ વેપારીઓ સાથે અન્યાય ના  થાય, આ ઉપરાંત લગભગ તમામ વેપારીઓ તેમની દુકાનના બારણા અથવા શટર બહાર બબ્બે દુકાન જેટલો  પથારો પાથરીને રોડ રસ્તા સાંકડા કરીને રાહદારીઓ અને વાહન ચાલકો માટે કાયમી સમસ્યા ઉભી કરે  છે, જેના કારણે  ટ્રાફિકનો વિકટ પ્રશ્ન ઉભો  થાય છે, કેટલીક વાર આ સમસ્યાને કારણે બજારમાં ઝઘડા થતા હોય  છે ત્યારે જાહેરમાં મારામારી અથવા ગાળાગાળી ના  દ્રશ્યો પણ સર્જાય છે,ત્યારે  વેપારીઓ અને પાલિકાના સત્તાધીશો વચ્ચે સંકલન દ્વારા  તમામ પ્રશ્નોનો નીવેડો લવાય તેવુ નગરજનો ઇચ્છી રહ્યા છે.

 

(5:13 pm IST)